Ahmedabad roads closed tomorrow due to Diljit Dosanjh concert: પંજાબના સુપરસ્ટાર એવા સિંગર દિલજીત દોસાંજ અમદાવાદમાં પોતાનો કોન્સર્ટ યોજવા જઈ રહ્યા છે. અમદાવાદના સાબરમતી સ્થિત 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' ખાતે શનિવારે (21 નવેમ્બર, 2026) આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિલજીતના ચાહકો હાજર રહેવાના છે. આ કોન્સર્ટના ટ્રાફિકને ધ્યાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
કયો રસ્તો બંધ રહેશે અને વૈકલ્પિક માર્ગ શું છે?
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, 21 નવેમ્બરે બપોરના 3:00 વાગ્યાથી લઈને કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી નીચે મુજબની ટ્રાફિક વ્યવસ્થા અમલમાં રહેશે.
કોને આ જાહેરનામામાંથી મુક્તિ મળશે?
નોંધનીય છે કે, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને આ જાહેરનામુ લાગુ નહીં પડે. આકસ્મિક સંજોગોમાં અવર-જવર કરતા વાહનો તેમજ આ સિવાય વસવાટ કરતા સ્થાનિક રહીશોને પણ આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.
નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા આ જાહેરનામાનું જોઈ કોઈપણ વ્યક્તિ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








