મારું ગુજરાત

Facebook એડ જોઈ લાખો કમાવાની લાલચ પડી ભારે, અમદાવાદના નિવૃત્ત આર્મીમેન પાસેથી ₹46 લાખ ઠગાયા

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
Facebook એડ જોઈ લાખો કમાવાની લાલચ પડી ભારે, અમદાવાદના નિવૃત્ત આર્મીમેન પાસેથી ₹46 લાખ ઠગાયા

Cyber Crime Ahmedabad: અમદાવાદમાં સાઇબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લશ્કરી ઇજનેરી સેવા (MES)માં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવી ચૂકેલા 48 વર્ષીય નિવૃત્ત આર્મીમેન જનકસિંહ સબળસિંહ ઝાલા ₹46,92,621.80ની સાઇબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. ફેસબુક પર 'Quantum AI' નામની જાહેરાત જોઈ તેમને માત્ર ₹22,000ના પ્રાથમિક રોકાણ સામે દર મહિને ₹3.50 લાખ સુધીની કમાણીની લાલચ આપવામાં આવી હતી. જાહેરાત પર ક્લિક કરીને પોતાની વિગતો આપ્યા બાદ કથિત ગઠિયાઓએ તેમને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા પડાવી લીધા હતા.

ફેક વેબસાઇટ બનાવી એકાઉન્ટ મેનેજર બનીને જાળમાં ફસાવ્યા
જનકસિંહે પોતાની વિગતો ભર્યા બાદ સત્યાકુમાર, નાદીર અને સબુર નામના શખ્સોએ તેમનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પોતાને નિષ્ણાત એકાઉન્ટ મેનેજર તરીકે ઓળખાવી bxbmarkets.com નામની કથિત બોગસ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ સોનું, ચાંદી અને ક્રૂડ ઓઈલ જેવી કોમોડિટીઝમાં ઓનલાઈન ટ્રેડિંગની ટીપ્સ આપીને તેમનો વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. શરૂઆતમાં ફેક વેબસાઇટ પર રોકાણ સામે ખોટો નફો દર્શાવવામાં આવ્યો હતો. આ રીતે વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ જનકસિંહ પાસેથી UPI અને RTGS મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹70,82,571.80 ટ્રાન્સફર કરાવી લીધા હતા.

નફાની જગ્યાએ નુકસાન બતાવી નાણાં પરત આપવાનો ઇનકાર
મોટી રકમ ટ્રાન્સફર થઈ ગયા બાદ કથિત ગઠિયાઓએ ફેક ટ્રેડિંગ એકાઉન્ટમાં અચાનક નફાની જગ્યાએ મોટું નુકસાન દર્શાવવાનું શરૂ કર્યું હતું. આથી જનકસિંહે પોતાનું રોકાણ પરત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીઓએ માત્ર ₹23,89,950 પરત કર્યા અને બાકીની ₹46,92,621.80 રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત વધુ રોકાણ કરશો તો જ બાકીના નાણાં પરત મળશે તેમ કહીને તેમની પાસેથી વધુ રકમ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે સમગ્ર મામલો સાઇબર છેતરપિંડીનો હોવાની જાણ થતાં જનકસિંહે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. હાલ આ મામલે પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. કથિત આરોપીઓ, બેંક ખાતાઓ, નાણાંના ટ્રાન્ઝેક્શન અને ફેક વેબસાઇટ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Tags:
#DigitalThugai#CyberJaagruktaGujarat PoliceSocial Media ScamsMoney Laundering
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026