મારું ગુજરાત

દોઢ લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં 10% વ્યાજની ઉઘરાણી! રાણીપમાં વ્યાજખોર ભાઈઓનો આતંક

31 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
દોઢ લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં 10% વ્યાજની ઉઘરાણી! રાણીપમાં વ્યાજખોર ભાઈઓનો આતંક

Ahmedabad Crime News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધંધો કરવા માટે બે ભાઈઓ પાસેથી ₹1.50 લાખ વ્યાજે લીધા બાદ યુવકે વ્યાજ સહિત અંદાજે ₹25 લાખ ચૂકવી દીધા, તેમ છતાં તેની પાસેથી વધુ 10 ટકા વ્યાજની ઉઘરાણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, યુવકને ધમકી આપી બે કોરા ચેક પણ લઈ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે રાણીપ પોલીસે બંને સગા ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

₹1.50 લાખ લીધા, વ્યાજ સહિત ₹25 લાખ ચૂકવ્યા
મળતી માહિતી મુજબ, રાણીપના સાબરમતી સેન્ટ્રલ જેલ ક્વાર્ટર્સમાં રહેતા અભય પરમારે ધંધો કરવા માટે પોતાના પિતાની ઓળખાણ મારફતે વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ પાસેથી 3 ટકા વ્યાજે ₹1.50 લાખ લીધા હતા. અભયે શરૂઆતના સમયગાળામાં જ અલગ-અલગ રીતે આશરે ₹12 લાખ ચૂકવી દીધા હતા. જોકે, બંને ભાઈઓએ હજુ નાણાં બાકી હોવાનું કહી વધુ ઉઘરાણી શરૂ કરી હતી.

10 ટકા વ્યાજની માંગ કરી વધુ રકમ પડાવી
આરોપ છે, કે બંને ભાઈઓએ અગાઉની રકમ બાકી હોવાનું કહી અભય પાસે 10 ટકા વ્યાજની માંગણી કરી હતી. ત્યારબાદ તેની પાસેથી વધુ આશરે ₹5 લાખ પડાવવામાં આવ્યા હતા. અભયે અન્ય લોકો પાસેથી પણ નાણાં લઈને ધિરાણદારોને ચૂકવ્યા હતા. આમ, કુલ મળીને તે આશરે ₹25 લાખ ચૂકવી ચૂક્યો હોવા છતાં ઉઘરાણી બંધ થઈ નહોતી.

ધમકી આપી બે કોરા ચેક લઈ લીધા
રકમ ચૂકવ્યા બાદ પણ ઉઘરાણી ચાલુ રહેતા યુવકને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન બંને ભાઈઓએ તેની પાસેથી બે કોરા ચેક લઈ લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મામલો પોલીસ સુધી પહોંચતા રાણીપ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓનલાઇન ગેમિંગના નામે પણ લેવડદેવડ કરાવ્યાનો આક્ષેપ
આ સમગ્ર કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ફરિયાદ મુજબ, વિક્રમે અભયને ઓનલાઈન ગેમિંગ રમવા માટે કહ્યું હતું અને તેના બેંક ખાતામાં નાણાં જમા કરાવતો હતો. અભય ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાઈ આપતો હોવાનો પણ આક્ષેપ છે. આ પ્રકારની સતત લેવડદેવડને કારણે તેના બેંક ખાતામાં મોટી સંખ્યામાં ટ્રાન્ઝેક્શન થયા હતા અને અંતે તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું.

યુવક નવી નાણાકીય મુશ્કેલીમાં ફસાયો
એક તરફ વ્યાજની ઉઘરાણી અને બીજી તરફ ઓનલાઈન ગેમિંગ સંબંધિત લેવડદેવડને કારણે અભય વધુ નાણાકીય મુશ્કેલીમાં ફસાયો હતો. હાલ રાણીપ પોલીસ દ્વારા સમગ્ર મામલે નાણાકીય વ્યવહારો, ચેક, ઉઘરાણી અને બેંક ટ્રાન્ઝેક્શન સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

Tags:
બેંક એકાઉન્ટ ફ્રીઝઓનલાઈન ગેમિંગઅમદાવાદ પોલીસગેરકાયદે વ્યાજખોરીકોરા ચેક લઈ લીધા
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026