મારું ગુજરાત

ઘરના ઠપકાના ડરથી ઘરેથી ભાગેલી અમદાવાદની સગીરા રાજસ્થાનમાં ફસાઈ, 7 દિવસ બંધક બનાવી દુષ્કર્મ; 4 સામે FIR

21 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ઘરના ઠપકાના ડરથી ઘરેથી ભાગેલી અમદાવાદની સગીરા રાજસ્થાનમાં ફસાઈ, 7 દિવસ બંધક બનાવી દુષ્કર્મ; 4 સામે FIR

Ahmedabad Crime News: અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ઘરેથી નીકળી ગયેલી 15 વર્ષીય સગીરા સાથે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. નોખા ગામમાં સગીરાને સાત દિવસ સુધી ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. આ દરમિયાન એક શખસે પરિવારના અન્ય સભ્યોની મદદથી તેની સાથે અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ મામલે સગીરાના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં રાકેશ, રેખાબેન, મંજુબેન અને રાકેશની માતા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ઠપકાના ડરથી ઘરેથી નીકળી ગઈ હતી સગીરા
મળતી માહિતી પ્રમાણે, રામોલ વિસ્તારમાં રબારી કોલોની પાસે નાસ્તાની લારી ચલાવતા યુવકની 15 વર્ષની દીકરીને ઘરકામ અને અભ્યાસ બાબતે ઠપકો મળવાનો ડર હતો. આથી ગત 2 નવેમ્બરના રોજ તે મોબાઈલ, ચાર્જર અને કપડાં લઈને ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. ઘરેથી નીકળ્યા બાદ સગીરા રિક્ષામાં બેસીને ન્યૂ કોટન મિલ મેટ્રો સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી થલતેજ અને ઓલ્ડ હાઈકોર્ટ થઈ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી હતી.

અજાણી વૃદ્ધ મહિલાએ સગીરાને પોતાની સાથે લઈ ગઈ
સાબરમતી રેલવે સ્ટેશન પર એક અજાણી વ્યક્તિએ સગીરાને જમવા માટે રૂ. 100 આપ્યા હતા. ત્યારબાદ તે ટ્રેનમાં બેસી ગઈ હતી. બીજા દિવસે સવારે ટ્રેન બિકાનેર રેલવે સ્ટેશન પર ઊભી રહેતાં સગીરા ત્યાં ઊતરી હતી. બિકાનેરમાં એક વૃદ્ધ મહિલા સાથે તેની મુલાકાત થઈ હતી. સગીરાએ મહિલાને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. ત્યારબાદ મહિલાએ પોતાની બે પુત્રવધૂઓ રેખા અને મંજુ સાથે સગીરાને નોખા ગામે લઈ જવાનું કહી બીજી ટ્રેનમાં બેસાડી હતી.

સાત દિવસ ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
સગીરાને નોખા ગામમાં રેખાબેનના ઘરે લઈ જવામાં આવી હતી. ફરિયાદ મુજબ, ત્યાં તેને ઘરની બહાર નીકળવા દેવામાં આવતી નહોતી. 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. આ સાત દિવસ દરમિયાન રેખાબેન, મંજુબેન અને પરિવારના અન્ય સભ્યોની મદદથી રાકેશ નામના શખસે અલગ-અલગ સમયે અને અલગ-અલગ રૂમમાં સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસને જાણ થતાં સગીરાને બચાવી બાળ કલ્યાણ સમિતિને સોંપી
ગત 10 નવેમ્બરની રાત્રે પોલીસને આ અંગે જાણ થતાં સગીરાને નોખા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બિકાનેરના મહિલા આશ્રમમાં તેના રહેવા અને સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. 13 નવેમ્બરે બિકાનેર બાળ કલ્યાણ સમિતિ તરફથી સગીરાના પિતાને ફોન કરવામાં આવ્યો હતો. તેમને જાણ કરવામાં આવી હતી કે તેમની દીકરી નોખા પોલીસને મળી આવી છે અને તેને બાળ કલ્યાણ સમિતિમાં રાખવામાં આવી છે. આ માહિતી મળતાં સગીરાના પિતા 15 નવેમ્બરે બિકાનેર જવા રવાના થયા હતા અને દીકરીને અમદાવાદ પરત લાવ્યા હતા. ત્યારબાદ સગીરાએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી. આ મામલે પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં રાકેશ, રેખાબેન, મંજુબેન અને રાકેશની માતા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

Tags:
GujaratVandanBikaner NewsRajasthan Nokha CrimeMinor Girl CaseRamol Police FIR
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026