મારું ગુજરાત

વિકાસના નામે હરિયાળીનો વિનાશ! રામાપીરના ટેકરામાં દોઢ વર્ષમાં 100થી વધુ વૃક્ષો કપાયાનો આક્ષેપ

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
વિકાસના નામે હરિયાળીનો વિનાશ! રામાપીરના ટેકરામાં દોઢ વર્ષમાં 100થી વધુ વૃક્ષો કપાયાનો આક્ષેપ

Ramapirna Tekara Development: અમદાવાદમાં વિકાસકાર્યોની વચ્ચે પર્યાવરણ અને હરિયાળી જાળવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. નવા વાડજમાં સાબરમતી ગૌશાળા આશ્રમ સામે આવેલા રામાપીરના ટેકરા સ્લમ વિસ્તારના રિડેવલપમેન્ટ દરમિયાન મોટા પાયે વૃક્ષો કાપવામાં આવતાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ વર્ષમાં 100થી વધુ જૂનાં અને ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. હવે ખુલ્લા મેદાનમાં બચેલાં 15થી 20 વૃક્ષો પણ કાપવાની તૈયારી ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રિડેવલપમેન્ટની કામગીરીમાં એક પછી એક વૃક્ષો કપાયાં
સ્થાનિકોના અનુસાર, રામાપીરના ટેકરા સેક્ટર-2ના ડેવલપમેન્ટ માટે વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો દૂર કરવામાં આવ્યાં છે. સાબરમતી ગૌશાળા આશ્રમ સામે નવા ટીપી રોડ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અગાઉ મોટી સંખ્યામાં ઘટાદાર વૃક્ષો હતાં. જોકે, વિકાસકામ શરૂ થયા બાદ એક પછી એક વૃક્ષો કાપવામાં આવતાં હવે ગણ્યાંગાંઠ્યાં વૃક્ષો જ બચ્યાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીમાં નડતરરૂપ ન હોય તેવાં વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યાં છે. તેમના મતે, છેલ્લા એકથી દોઢ વર્ષ દરમિયાન 100થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. હાલમાં માત્ર 15થી 20 જેટલાં વૃક્ષો બચ્યાં છે અને હવે તેમને પણ દૂર કરવાની તૈયારી ચાલી રહી છે.

વૃક્ષો કાપવાની મંજૂરી લેવામાં આવી છે કે નહીં?
આ મામલે સ્થાનિકોએ સત્તાવાળાઓ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. અત્યાર સુધીમાં કાપવામાં આવેલાં વૃક્ષો માટે સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી કે નહીં? બાકી રહેલાં વૃક્ષો કાપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે કે કેમ? તે અંગે સ્પષ્ટતા કરવાની માગ કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે વિકાસકામ માટે ખરેખર નડતરરૂપ હોય તેવાં વૃક્ષો અંગે નિયમ મુજબ નિર્ણય લઈ શકાય, પરંતુ જે વૃક્ષો પ્રોજેક્ટમાં અડચણરૂપ નથી તેમને પણ કાપવાની જરૂરિયાત શું છે? વૃક્ષો કાપવાને બદલે શક્ય હોય ત્યાં તેમનું જતન કરવું જોઈએ અથવા ટ્રાન્સપ્લાન્ટેશનનો વિકલ્પ અપનાવવો જોઈએ.

હરિયાળી ઘટતાં ગરમી વધવાની ચિંતા
અમદાવાદમાં પહેલેથી જ કોંક્રિટનાં બાંધકામો અને શહેરીકરણમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખુલ્લી જગ્યાઓ અને જૂનાં વૃક્ષો ઘટતાં શહેરની હરિયાળી પર અસર થવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. વૃક્ષો માત્ર છાંયો જ નહીં, પરંતુ પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિકાસના નામે મોટા પાયે વૃક્ષો દૂર કરવામાં આવે તો સ્થાનિક તાપમાન અને પર્યાવરણ પર તેની અસર થઈ શકે છે. તેથી રામાપીરના ટેકરા વિસ્તારમાં બચેલાં વૃક્ષોનું રક્ષણ કરવાની માગ ઊઠી છે.

ગેરકાયદે કાપણી થઈ હશે તો તપાસ બાદ કાર્યવાહી: કોર્પોરેશન
આ સમગ્ર મામલે કોર્પોરેશનના અધિકારી અનુસાર, સામાન્ય રીતે મોટા પ્રોજેક્ટમાં વૃક્ષોની સ્થળ પરની સ્થિતિ, પ્રોજેક્ટની અગત્યતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરવા અથવા કાપવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. રામાપીરના ટેકરા પ્રોજેક્ટમાં ગેરકાયદે વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાની રજૂઆત અંગે સ્થળ પર તપાસ કરાવવામાં આવશે. જો તપાસ દરમિયાન નિયમ વિરુદ્ધ વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હવે સવાલ એ છે કે રામાપીરના ટેકરા વિસ્તારમાં ખરેખર કેટલાં વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી અને કેટલાં વૃક્ષો નિયમ વિરુદ્ધ કાપવામાં આવ્યાં છે? કોર્પોરેશનની તપાસમાં આ અંગે શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.

Tags:
GujaratVandanEnvironment News GujaratTree Cutting AllegationsAhmedabad RedevelopmentNew Vadaj News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026