મારું ગુજરાત

રાજપથ રંગોલી ક્લબ પાસે ફૂડ માર્કેટમાં આગ, મોમોસ-ચાટ સહિત ત્રણ આઉટલેટ આગની લપેટમાં

30 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
રાજપથ રંગોલી ક્લબ પાસે ફૂડ માર્કેટમાં આગ, મોમોસ-ચાટ સહિત ત્રણ આઉટલેટ આગની લપેટમાં

Ahmedabad Urban Chowk Fire: અમદાવાદના રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં આગ લાગવાની ઘટના બની હતી. રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ ચાટના એક ફૂડ સ્ટોલમાં લાગેલી આગે જોતજોતામાં બાજુના મોમોસ સહિતના અન્ય આઉટલેટ્સને પણ લપેટમાં લીધા હતા. આગની જાણ થતાં બોપલ ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ચાટના સ્ટોલમાં આગ લાગ્યા બાદ અન્ય આઉટલેટ સુધી પ્રસરી
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજપથ રંગોલી ક્લબ રોડ પર આવેલા અર્બન ચોક ફૂડ બજારમાં ચાટના એક સ્ટોલમાં આગ લાગી હતી. શરૂઆતમાં એક આઉટલેટમાં લાગેલી આગ થોડી જ વારમાં આસપાસના સ્ટોલ સુધી ફેલાઈ હતી. મોમોસ સહિત કુલ ત્રણ આઉટલેટ આગની ઝપેટમાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં બોપલ ફાયર સ્ટેશનની ત્રણ જેટલી ગાડીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

અર્બન ચોકના ત્રણ આઉટલેટ આગની ચપેટમાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પોલીસની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગતાં ફૂડ બજારમાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

અર્બન ચોકમાં આગ લાગતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બોપલ ફાયર સ્ટેશનની ત્રણથી વધુ ગાડી અને પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

કરવા ચોથના કારણે ફૂડ બજારમાં મોટી ભીડ હતી
અર્બન ચોક ફૂડ બજારમાં લગભગ 50થી વધુ ફૂડ સ્ટોલ આવેલા છે. કરવા ચોથના વ્રતને કારણે તે દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે ઉમટ્યા હતા. આવી ભીડ વચ્ચે આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

Tags:
ગુજરાતવંદનઅમદાવાદના તાજા સમાચારબોપલ ફાયર સ્ટેશનઅમદાવાદ ફાયર બ્રિગેડચાટના આઉટલેટમાં આગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026