મારું ગુજરાત

અમદાવાદમાં 6 કલાકમાં ભારે વરસાદનો કહેર! સરખેજમાં સૌથી વધુ 5.24 ઈંચ, રસ્તા બોટમાં ફેરવાયા, સોસાયટીઓમાં પાણી ભરાયા

18 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં 6 કલાકમાં ભારે વરસાદનો કહેર! સરખેજમાં સૌથી વધુ 5.24 ઈંચ, રસ્તા બોટમાં ફેરવાયા, સોસાયટીઓમાં પાણી ભરાયા

Ahmedabad Rain Updates: અમદાવાદમાં ગઈકાલ રાતથી આજે વહેલી સવાર સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા માટે નીકળેલા લોકો પરેશાન થયા હતા. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 0.35 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે શહેરના પાંચ જેટલા અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી, જોકે પાણી ઓસરતાં ધીમે ધીમે તેને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા.

6 કલાકમાં સરખેજમાં સૌથી વધુ વરસાદ
સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના છ કલાકમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. સરખેજ અર્બન હેલ્થ સેન્ટરમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બકરોલમાં 4.41 ઈંચ, મક્તમપુરામાં 4.25 ઈંચ, સરખેજમાં 3.92 ઈંચ, કાલુપુરમાં 3.80 ઈંચ, ટાગોર કંટ્રોલમાં 3.72 ઈંચ, લાંભામાં 3.66 ઈંચ, મેમનગરમાં 3.52 ઈંચ, ચાંદલોડિયામાં 3.33 ઈંચ અને દૂધેશ્વરમાં 3.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગોતા સહિતના વિસ્તારોમાં રસ્તા બેટમાં ફેરવાયા
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ સૌથી વધુ જોર બતાવ્યું હતું. સવારે આ ઝોનમાં સરેરાશ 32.14 મિમી વરસાદ નોંધાયો હતો. ઓગણજમાં 1.79 ઈંચ અને ગોતામાં 1.65 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત ચાંદલોડિયામાં 1.34 ઈંચ, સાયન્સ સિટીમાં 1.28 ઈંચ, બોપલમાં 1.14 ઈંચ અને થલતેજમાં 1.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઝોનમાં પણ સરેરાશ 8.71 મિમી વરસાદ નોંધાયો હતો.

image.png

આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી
ભારે વરસાદ અને પાણી ભરાવાને પગલે પરિમલ, અખબારનગર, મીઠાખળી અને મકરબા સહિતના અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા. પાણીનું સ્તર ઘટતાં કેટલાક અંડરપાસ ફરી વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 ગેટ પણ ખોલવામાં આવ્યા હતા. બાદમાં સ્થિતિ નિયંત્રણમાં આવતાં દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.

બોપલથી સરખેજ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદમાં બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમ રોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ સરખેજ, મકરબા, નારોલ અને વટવા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી.

image.png

24 કલાકમાં વિરાટનગરમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ 22.91 મિમી વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન પૂર્વ ઝોનના વિરાટનગરમાં સૌથી વધુ 2.44 ઈંચ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના બાકરોલમાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં નિકોલ અને મણિનગરમાં 1.87 ઈંચ, રામોલમાં 1.71 ઈંચ, ઓઢવમાં 1.46 ઈંચ, કઠવાડા અને વાસણામાં 1.30 ઈંચ, હંસપુરામાં 1.28 ઈંચ તથા ટાગોર કંટ્રોલમાં 1.24 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરનો કુલ વરસાદ 32.24 ઈંચ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વરસાદના 89.56 ટકા જેટલો છે. સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના તમામ દરવાજા હાલ બંધ રાખવામાં આવ્યા છે અને પાણીની સપાટી 136.25 ફૂટ જાળવવામાં આવી છે.

ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન
ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયાં હતાં. કેટલીક કંપનીઓની બસો પાણીમાં ફસાઈ કે બંધ પડી જતાં નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ વચ્ચે ઓફિસ પહોંચતા પહેલાં જ ઘણા લોકો પલળી ગયા હતા. બીજી તરફ સ્કૂલે જતા બાળકો અને વાલીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદમાં ક્યાં કેવી સ્થિતિ?
બાપુનગરના રાજીવ નગર જનરલ હોસ્પિટલની બાજુમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. ત્રણ દરવાજા નજીક પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં. હાટકેશ્વર અને ભાઈપુરા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. હાટકેશ્વરની કેટલીક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Tags:
Rain Updateવરસાદ અપડેટBodakdevમક્તમપુરાUrban Flooding
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026