મારું ગુજરાત

PSI ભરત પંડ્યા નશામાં ધૂત? ત્રાગડ પાસે કાર ઠોકી, દારૂની બોટલ મળી; લોકોએ ઘેરતાં કસ્ટડીમાં

5 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
PSI ભરત પંડ્યા નશામાં ધૂત? ત્રાગડ પાસે કાર ઠોકી, દારૂની બોટલ મળી; લોકોએ ઘેરતાં કસ્ટડીમાં

Ahmedabad News: અમદાવાદમાં પોલીસ કર્મચારીના નશાની હાલતમાં વાહન ચલાવવાના આરોપથી ચકચાર મચી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં કથિત રીતે દારૂના નશામાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ PSIને ઘેરી લેતાં સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. જાણ થતાં સાબરમતી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી PSI ભરત પંડ્યા અને તેમની કારને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કારની ડેકીમાંથી દારૂની બોટલ મળી
મળતી માહિતી મુજબ, રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિકમાં વિશાલા બીટના ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા PSI ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને PSIને ઘેરી લીધો હતો. આ દરમિયાન સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. લોકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવતાં ડેકીમાંથી દારૂની બોટલ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં સાબરમતી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે PSI ભરત પંડ્યા તેમજ તેમની કારને કસ્ટડીમાં લઈ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે.

PSI ભરત પંડ્યા અગાઉ પણ વિવાદમાં
PSI ભરત પંડ્યા અગાઉ પણ વિવાદોમાં સપડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે નશાની હાલતમાં વાહન ચલાવી કેટલીક લારીઓ ઊંધી વાળી દીધી હોવાના આક્ષેપો સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત, થોડા સમય પહેલાં તેમના બીટમાં ફરજ બજાવતા એક TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કર્યો હતો. આ મામલે PSIએ જવાનને માર મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ થયો હતો. ધમકીના આ મામલે TRB જવાને PSI ભરત પંડ્યા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. હાલ સાબરમતી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Tags:
#દારૂકાંડ#ગુજરાતપોલીસ#AhmedabadNews#DrunkDrivingGujarat#PSIBharatPandya
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026