Ahmedabad 8 PI Transfer: અમદાવાદ શહેર પોલીસ બેડામાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરહિતમાં 8 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI)ની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં EOW, સાયબર ક્રાઇમ, SOG, ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી. સાવલિયાને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે જે.કે. રાઠોડને ફરીથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કોને ક્યાંથી ક્યાં બદલી કરવામાં આવી?
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, 8 PIની નવી નિમણૂક નીચે પ્રમાણે કરવામાં આવી છે:
બી.પી. સાવલિયા: ખોખરા પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ.
એસ.એ. કોટડિયા: નરોડા-II પોલીસ સ્ટેશનથી ખોખરા પોલીસ સ્ટેશન.
જે.કે. રાઠોડ: SC/ST સેલ-2થી કૃષ્ણનગર પોલીસ સ્ટેશન.
વી.એચ. જોશી: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ).
ડી.બી. બસિયા: EOW (આર્થિક ગુના નિવારણ શાખા)થી કાલુપુર પોલીસ સ્ટેશન.
એચ.આર. વાઘેલા: કાલુપુર પોલીસ સ્ટેશનથી EOW.
આર.જી. સિંધુ: EOWથી ક્રાઇમ બ્રાન્ચ.
કે.કે. ડિંડોર: ક્રાઇમ બ્રાન્ચથી EOW.

જે.કે. રાઠોડને ફરી કૃષ્ણનગરમાં પોસ્ટિંગ
આ બદલીમાં જે.કે. રાઠોડનું પોસ્ટિંગ ખાસ ધ્યાન ખેંચે છે. તેઓ અગાઉ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હવે SC/ST સેલ-2માંથી તેમની ફરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ, ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી. સાવલિયાને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કૃષ્ણનગરના PI વી.એચ. જોશીને SOGમાં જવાબદારી સોંપવામાં આવી છે.

તમામ અધિકારીઓને તાત્કાલિક છૂટા કરી હાજર થવા આદેશ
બદલી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના હાલના સ્થળેથી તાત્કાલિક છૂટા કરી નવી નિમણૂકના સ્થળે હાજર થવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની જાણ પોલીસ કમિશનર કચેરીને કરવાની રહેશે.



અમદાવાદ પોલીસમાં આગળ પણ બદલીઓની શક્યતા
અમદાવાદ શહેર પોલીસમાં તબક્કાવાર આંતરિક બદલીઓની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ 8 PIની બદલી બાદ વધુ 23 PIની બદલી કરવામાં આવી હોવાના અહેવાલ છે. આમ, કુલ 31 PIની આંતરિક બદલીઓ થઈ છે. લીવ રિઝર્વ, SOG, ટ્રાફિક અને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, ત્રણ વર્ષની જિલ્લા બદલીના નિયમ હેઠળ આવતા PIની બદલીઓ DYSPના પ્રમોશન બાદ થઈ શકે છે. તેથી આગામી સમયમાં શહેર પોલીસ બેડામાં વધુ ફેરફારો થવાની શક્યતા છે.








