મારું ગુજરાત

વેપારીઓ સાવધાન! હવે પ્લાસ્ટિક રાખ્યું તો ખેર નથી, ફેક્ટરી સીલ કરવાથી લઈને ભારે દંડ સુધીની તૈયારીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન

16 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
વેપારીઓ સાવધાન! હવે પ્લાસ્ટિક રાખ્યું તો ખેર નથી, ફેક્ટરી સીલ કરવાથી લઈને ભારે દંડ સુધીની તૈયારીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટની કડક ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સિંગલ યુઝ પ્લાસ્ટિકના દૂષણને નાબૂદ કરવા માટે ફૂલ એક્શન મોડમાં આવ્યું છે. શહેરની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ, વપરાશ અને ઉત્પાદન સામે અત્યાર સુધીના સૌથી કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. હવે માત્ર દંડ જ નહીં, પરંતુ એકમોને સીલ કરવાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નિયમો તોડનારા ઉત્પાદકો અને વેપારીઓ માટે 'નો ટોલરન્સ'
કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, જો કોઈ ફેક્ટરી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ઝડપાશે, તો તેને કોઈ પણ પ્રકારની ઢીલ વગર 15 દિવસ માટે સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, જથ્થાબંધ વેપારીઓ કે ગોડાઉન માલિકો પાસેથી જો 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવશે, તો તે એકમને 10 દિવસ માટે સીલ કરવામાં આવશે અને નિયમ મુજબ પેનલ્ટી વસૂલવામાં આવશે.

કયા પ્લાસ્ટિક પર છે 'રેડ સિગ્નલ'?
AMC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્લાસ્ટિક વેસ્ટ રૂલ્સ-2016 મુજબ 120 માઈક્રોનથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ અને 60 ગ્રામ પર સ્ક્વેર મીટર (GSM)થી ઓછી જાડાઈની નોન-વુવન કેરી બેગ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ નિયમોના ભંગ બદલ શાકભાજી માર્કેટ, ફ્રૂટ માર્કેટ અને છૂટક ફેરિયાઓ સામે પણ ઝુંબેશ હાથ ધરીને દંડની કાર્યવાહી તેજ કરવામાં આવશે.

16 લાખ કાપડની થેલીઓનું વિતરણ
તંત્ર માત્ર દંડ જ નથી કરી રહ્યું, પણ વિકલ્પો પણ પૂરા પાડી રહ્યું છે. શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં શહેરીજનોને 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક નાગરિકના ઘરે બે-બે કાપડની થેલીઓ પહોંચાડવામાં આવી છે. તંત્રએ શહેરીજનોને આગ્રહ કર્યો છે કે તેઓ જ્યારે પણ ખરીદી કરવા નીકળે ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જવાની આદત કેળવે.

પ્લાસ્ટિક કેમ છે જીવલેણ?
નિષ્ણાતોના મતે પ્લાસ્ટિક માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ માનવ સ્વાસ્થ્ય માટે પણ ‘ધીમું ઝેર’ સાબિત થઈ રહ્યું છે. અભ્યાસ મુજબ, પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા અથાણાં કે ખોરાકમાં રાસાયણિક પ્રક્રિયાને કારણે કેમિકલ ભળી જાય છે. લાંબા ગાળા સુધી આવા ખોરાકનું સેવન કરવાથી મેટાબોલિક ડિસઓર્ડર, સ્થૂળતા અને વંધ્યત્વ (Infertility) જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. સૌથી વધુ જોખમ ત્યારે રહે છે જ્યારે પ્લાસ્ટિકના ડબ્બામાં ખોરાક રાખીને તેને માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે, કારણ કે ગરમીના કારણે કેમિકલ વધુ ઝડપથી ખોરાકમાં ભળે છે.

Tags:
Ahmedabad Municipalઅમદાવાદ મ્યુનિસિપલUrban Developmentશહેરી વિકાસPollution Control
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026