મારું ગુજરાત

કેદારનાથથી પરત ફરતી વખતે અમદાવાદના શ્રદ્ધાળુ ગુમ! સોનપ્રયાગમાં ભૂસ્ખલન વચ્ચે 24 કલાકથી લાપતા

15 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કેદારનાથથી પરત ફરતી વખતે અમદાવાદના શ્રદ્ધાળુ ગુમ! સોનપ્રયાગમાં ભૂસ્ખલન વચ્ચે 24 કલાકથી લાપતા

Hareshbhai Limbad Missing Rudraprayag Landslide: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને સોનપ્રયાગ વિસ્તારમાં ભારે લેન્ડસ્લાઈડની વચ્ચે કેદારનાથ યાત્રાએ ગયેલા અમદાવાદના નરોડા વિસ્તારના હરેશભાઈ મગનભાઈ લીંબડ ગુમ થયા છે. 13 સપ્ટેમ્બર 2026ના રોજ કેદારનાથથી પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં હરેશભાઈની કોઈ ભાળ મળી નથી, જેના કારણે પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.

સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
હરેશભાઈ ગુમ થયા બાદ સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક (SP) નિહારિકા તોમરે જણાવ્યું છે કે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ગુમ થયેલા શ્રદ્ધાળુની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડથી ગુજરાત સુધી કંટ્રોલ રૂમ એલર્ટ
રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) સાથેની વાતચીત મુજબ, હરેશભાઈ ગુમ થયાની માહિતી આસપાસના તમામ પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોમાં મોકલી દેવામાં આવી છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) સાથે સતત સંપર્કમાં છે. હરેશભાઈ અંગે કોઈ માહિતી મળતાં જ પરિવાર અને સંબંધિત તંત્રને જાણ કરવામાં આવશે.

પરિવારની મદદ માટે અપીલ
હરેશભાઈના પુત્ર આદિત્ય લીંબડ અને તેમની પત્ની ખ્યાતિ લીંબડ હાલ ઉત્તરાખંડ વહીવટીતંત્ર અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંપર્કમાં છે. પરિવાર દ્વારા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે કે હરેશભાઈ અંગે કોઈપણ માહિતી મળે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ગુજરાત ઈમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવે.

Tags:
Latest news KedarnathMountain accidentIndia disasterSearch partyRescue operation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026