મારું ગુજરાત

સોશિયલ મીડિયા પર શોપિંગ પહેલા સાવધાન! અમદાવાદમાં બે લોકોએ ગુમાવ્યા 58 હજાર રૂપિયા

30 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
સોશિયલ મીડિયા પર શોપિંગ પહેલા સાવધાન! અમદાવાદમાં બે લોકોએ ગુમાવ્યા 58 હજાર રૂપિયા

Ahmedabad online scam: અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી આકર્ષક જાહેરાતો લોકો માટે જોખમરૂપ બની રહી છે. તાજેતરમાં એવા બે બનાવ સામે આવ્યા છે જેમાં એક યુવક અને એક યુવતીએ મળીને અંદાજે 58 હજાર રૂપિયા ગુમાવ્યા છે. બંને બનાવોને લઈ વાસણા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કોસ્મેટિક પ્રોડક્ટ્સની લલચાવનારી જાહેરાતથી ઠગાઈ
પ્રથમ બનાવ વાસણા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય જૈનિશકુમાર જોષી સાથે બન્યો હતો, જે સોલાર પેનલના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ 20 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા ત્યારે તેમને કોસ્મેટિક પ્રોડક્ટ્સની એક લલચાવનારી જાહેરાત દેખાઈ. આ જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કરતાં તેઓને ટેલિગ્રામ એપ પર રીડાયરેક્ટ કરવામાં આવ્યા. ત્યાંથી ઠગોએ તેમની સાથે વાતચીત શરૂ કરી અને પહેલા રજીસ્ટ્રેશન ફી તરીકે 199 રૂપિયા ચૂકવવાનું કહ્યું. પછી પ્રોડક્ટ ઓર્ડર અને મેમ્બરશીપના બહાને વધુ રૂપિયા માંગવામાં આવ્યા. યુવકે 1500 અને ત્યારબાદ 8777 રૂપિયા ચૂકવ્યા. થોડા સમય બાદ જ્યારે તેમણે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે તેમને ખબર પડી કે તેમની મંજૂરી વિના 8777, 7000 અને ફરી 8777 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યું છે. આ રીતે કુલ 35,030 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.

ઠગોએ નકલી ઈન્વોઈસ મોકલીને યુવતીને વિશ્વાસમાં લીધી
બીજો બનાવ દાણીલીમડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી સાથે બન્યો હતો, જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે 15 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર 'H&M WOMAN GARMENTS' નામની પ્રોફાઇલ પરથી કપડાં ખરીદવા માટે 1000 રૂપિયાનો ઓર્ડર આપ્યો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા સમય બાદ ઠગોએ બિલિંગ પ્રક્રિયામાં સમસ્યા જણાવી અને GST રિફંડના બહાને યુવતીનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો. ઠગોએ નકલી ઈન્વોઈસ મોકલીને યુવતીને વિશ્વાસમાં લીધી અને પછી અલગ-અલગ બહાનાઓ આપી વારંવાર પેમેન્ટ કરાવ્યું. રિફંડ કાર્ડ રિન્યુ કરવું છે, ટેકનિકલ સમસ્યા છે જેવી વાતો કરી યુવતી પાસેથી સતત પૈસા પડાવ્યા. અંતે કુલ 23,040 રૂપિયાની ઠગાઈ બાદ વધુ 11,500 રૂપિયાની માંગણી કરવામાં આવી, ત્યારે યુવતીને શંકા ગઈ અને છેતરપિંડીનો ભાન થયું હતું.

પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો
આ બંને બનાવો પછી પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. સાયબર નિષ્ણાતો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેઓ સલાહ આપે છે કે સોશિયલ મીડિયા પર અજાણી અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. સાથે જ કોઈ પણ ઓનલાઈન ખરીદી અથવા પેમેન્ટ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચોક્કસપણે ચકાસવી જરૂરી છે. આવા બનાવો દર્શાવે છે કે થોડું ધ્યાન અને સાવચેતી રાખવાથી મોટા આર્થિક નુકસાનથી બચી શકાય છે.

Tags:
#FinancialCrime#LocalNewsAhmedabad#Gujarati#IndianScams#FraudCase
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026