મારું ગુજરાત

અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અલગ-અલગ સ્થળે વાહનોની ટક્કરથી બે લોકોનાં મોત

27 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અલગ-અલગ સ્થળે વાહનોની ટક્કરથી બે લોકોનાં મોત

Ahmedabad Hit and Run: અમદાવાદમાં બેફામ અને ગફલતભરી રીતે વાહન ચલાવતા ચાલકોના કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત ચિંતાજનક બની રહી છે. શહેરના ઓઢવ અને કમોડ રિંગરોડ વિસ્તારમાં બનેલા બે અલગ-અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કમોડમાં અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઓઢવના બનાવમાં અજાણ્યા ટુ-વ્હીલરચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

ઓઢવમાં રોડ ક્રોસ કરતા યુવકને ટુ-વ્હીલરે અડફેટે લીધો
પ્રથમ બનાવ ઓઢવ વિસ્તારમાં બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ઓઢવમાં રહેતા 42 વર્ષીય યુવક 22 નવેમ્બરની વહેલી સવારે છોટાલાલની ચાલી ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલા ટુ-વ્હીલરચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસમાતમાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ચાર દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકની પત્નીએ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટુ-વ્હીલરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કમોડ રિંગરોડ પર ટ્રકની ટક્કરથી આધેડનું મોત
બીજો ગંભીર અકસ્માત 26 નવેમ્બરની સાંજે કમોડ રિંગરોડ વિસ્તારમાં બન્યો હતો. કુબેરનગરમાં રહેતા અને કડિયાકામ કરતા 55 વર્ષીય આધેડ ધોળકામાં કામ પતાવી એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. સાંજે આશરે 5:30 વાગ્યે કમોડ ગામ નજીક તેઓ યુ-ટર્ન લઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા ટ્રકચાલકે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રકનું ટાયર એક્ટિવા ચાલકના શરીર પરથી ફરી વળ્યું હતું. જેના કારણે આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પર પાછળ બેઠેલા અન્ય યુવકને હાથ, પગ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ
અકસમાત સર્જ્યા બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બંને અકસ્માતમાં જવાબદાર વાહનચાલકોની શોધખોળ કરી રહી છે.

Tags:
GujaratVandanAhmedabad Traffic PoliceKamod Ring Road Hit and RunAhmedabad Accidentરીંગ રોડ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026