મારું ગુજરાત

અમદાવાદમાં વધુ એક 'તથ્યકાંડ'! નશાની આશંકા વચ્ચે ફોર્ચ્યુનર ચાલકે ફૂટપાથ પર કપડાં વેચતા માતા-પુત્રને લીધા અડફેટે!

3 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં વધુ એક 'તથ્યકાંડ'! નશાની આશંકા વચ્ચે ફોર્ચ્યુનર ચાલકે ફૂટપાથ પર કપડાં વેચતા માતા-પુત્રને લીધા અડફેટે!

Ahmedabad Fortune Car Accident: Mother and Son Killed in Nikol: અમદાવાદના નિકોલ વિસ્તારમાં સોમવારે રાત્રે પોણા દસ વાગ્યે પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર કપડાં વેચી રહેલા માતા-પુત્ર અને ખરીદી કરવા આવેલા બે ગ્રાહકો પર ફરી વળી હતી. આ ભયાનક અકસ્માતમાં 36 વર્ષીય પૂનમબેન નગવાડિયા અને તેમના 15 વર્ષીય પુત્ર સાગરનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારચાલક વિરલ ચૌધરીને પકડી લીધો હતો. કારની તપાસ દરમિયાન બિયરના બે ટીન મળી આવતાં ચાલકે નશો કર્યો હોવાની આશંકા વ્યક્ત થઈ છે. પોલીસે મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બાદ કારનીચે દબાયેલો યુવાન અને કારચાલક.

ફૂટપાથ પર કપડાં વેચતાં માતા-પુત્રને ફોર્ચ્યુનરની ટક્કર
મળતી માહિતી મુજબ, અમદાવાદના નાના ચિલોડા પાસે રહેતો વિરલ ચૌધરી સોમવારે રાત્રે નિકોલ વિસ્તારમાં GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કાર હંકારી રહ્યો હતો. દેવસ્ય સ્કૂલ નજીક કારચાલકે કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર ચણિયાચોળી વેચી રહેલાં પૂનમબેન નગવાડિયા અને તેમના 15 વર્ષીય પુત્ર સાગરને જોરદાર ટક્કર મારી હતી. તે સમયે ત્યાં ખરીદી કરવા આવેલા કાર્તિક વચેજા અને અન્ય એક મહિલાને પણ કારની અડફેટે લીધાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે એક યુવક કારના વ્હીલ નીચે ફસાઈ ગયો હતો, જ્યારે અન્ય લોકો રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા.

અકસ્માત સર્જયા બાદ ફોર્ચ્યુનર કારની સ્થિતિ.

સારવાર દરમિયાન માતા-પુત્રનાં મોત, બેની હાલત ગંભીર
અકસ્મત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે પૂનમબેન અને તેમના પુત્ર સાગરનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ, કાર્તિક વચેજા અને અન્ય એક અજાણી મહિલાની સારવાર ચાલી રહી છે. બંનેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

અકસ્માત બાદ ફૂટપાથ પર પડેલા ઘાયલ લોકો.

અકસ્માત બાદ લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો
અકસ્મત સર્જાયા બાદ કારચાલક વિરલ ચૌધરી ઘટનાસ્થળેથી ભાગી છૂટે તે પહેલાં જ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ફોર્ચ્યુનરમાંથી બિયરના બે ટીન મળ્યા, નશાની આશંકા
પોલીસે અકસ્માત સર્જનારી ફોર્ચ્યુનર કારની તપાસ કરતાં તેમાંથી બિયરના બે ટીન મળી આવ્યા હતા. આ કારણે કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે આશંકા વ્યક્ત થઈ રહી છે. જોકે, માત્ર કારમાંથી બિયરના ટીન મળી આવવાથી ચાલકે નશો કર્યો હોવાનું સાબિત થતું નથી. આ અંગે પોલીસે વિરલ ચૌધરીની મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના રિપોર્ટ બાદ જ તેની સ્થિતિ સ્પષ્ટ થશે.

ફોર્ચ્યુનરમાંથી બિયરનું ટીન મળી આવ્યું.

કારચાલક સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો
I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે નિકોલ વિસ્તારમાં અક્ષર હોસ્પિટલ નજીક ફૂટપાથ પર આ અકસ્માત સર્જાયો હતો. પૂનમબેન અને તેમનો પુત્ર ત્યાં ચણિયાચોળીનો વ્યવસાય કરતા હતા, જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત ગ્રાહકો ખરીદી માટે આવ્યા હતા. આ મામલે પોલીસે કારચાલક વિરલ ચૌધરી સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મીડિયાથી મો છુપાવતો આરોપી.

ફેબ્રુઆરીમાં પણ ફોર્ચ્યુનરને મળ્યો હતો ઓવરસ્પીડિંગનો મેમો
અકસ્મત સર્જનારી GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર કારને અગાઉ પણ ઓવરસ્પીડિંગનો ઈ-મેમો મળ્યો હોવાનું સામે આવ્યું છે. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસપી રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી પસાર થતી વખતે કાર વધુ ઝડપે દોડતી હોવાથી ઈ-મેમો ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. અગાઉના ઓવરસ્પીડિંગ મેમો અને હાલના અકસ્માતને પગલે કારની ગતિ અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો અને ચાલકની ભૂમિકા અંગેની સંપૂર્ણ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

નિકોલ અકસ્માતથી ફરી ઊભા થયા માર્ગ સુરક્ષાના સવાલ
અમદાવાદમાં ફૂટપાથ પર રોજીરોટી કમાવવા માટે કપડાં વેચી રહેલા માતા-પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અકસ્માતમાં બે અન્ય લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. હવે પોલીસની તપાસમાં કારની ઝડપ, ચાલકની સ્થિતિ અને અકસ્માતનાં ચોક્કસ કારણો સામે આવશે.

Tags:
GujaratVandanGujarat Accident NewsFortuner Overspeeding MemoDrunk Driving SuspicionAhmedabad Hit and Run News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026