મારું ગુજરાત

નવરાત્રિમાં ગરબા આયોજકો માટે 44 નિયમ! રાત્રે 12 પછી સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
નવરાત્રિમાં ગરબા આયોજકો માટે 44 નિયમ! રાત્રે 12 પછી સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ

Ahmedabad Navratri 2026: અમદાવાદમાં 11થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાનારી નવરાત્રિ અને દશેરાના પર્વને લઈને પોલીસ કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરી ગરબાના આયોજકો માટે કુલ 44 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પરવાનગી સંબંધિત 12 અને આયોજન-વ્યવસ્થા સંબંધિત 32 નિયમોનો સમાવેશ થાય છે. નિયમોનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ જાળવવાનો છે.

રાત્રે 12 વાગ્યા સુધી જ માઈકની મંજૂરી
જાહેરનામા મુજબ નવરાત્રિના આયોજનમાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક, લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. 12 વાગ્યા બાદ સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખી શકાશે નહીં. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા અને કોર્ટની આસપાસના સાયલન્ટ ઝોનમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. આયોજકોએ નોઈઝ પોલ્યુશનના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. સોસાયટી અને શેરી ગરબા જેવા બિનવ્યાવસાયિક આયોજન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના PI દ્વારા મંજૂરી આપવામાં આવશે. જ્યારે ટિકિટ કે પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબના વ્યાવસાયિક આયોજન માટે પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ ACP ટ્રાફિક દ્વારા મંજૂરી આપવામાં આવશે.

શેરી ગરબામાં બે મેન્ટર ફરજિયાત
શેરી ગરબાના આયોજકોએ પોલીસ સાથે સંકલન માટે બે મેન્ટર ફરજિયાત રાખવાના રહેશે. પોલીસ સ્ટેશન તરફથી પણ એક પોલીસ અધિકારી અથવા કર્મચારીને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ મેન્ટરો મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ગરબા સ્થળે કેફી દ્રવ્યોના પ્રવેશ પર નજર રાખવામાં મદદ કરશે.

મહિલા સુરક્ષા અને ઓળખ પુરાવા પર ખાસ ભાર
ગરબા આયોજનમાં પ્રવેશ મેળવનારા લોકોના ઓળખ પુરાવા મેળવવાના રહેશે. મહિલા સુરક્ષા માટે પોલીસની શી ટીમ સાથે સંકલન કરવાનું રહેશે. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ અને અન્ય સ્ટાફને આઈ-કાર્ડ આપવાના રહેશે.

200 મીટર સુધી પાર્કિંગની જવાબદારી આયોજકની
ગરબા સ્થળની બંને બાજુ 200 મીટરના વિસ્તારમાં ટ્રાફિક જામ કે અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે. કાર્યક્રમ અને પાર્કિંગ સ્થળે પૂરતા CCTV કેમેરા ગોઠવવાના રહેશે. એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ ગેટ રાખવાના રહેશે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે AI આધારિત કેમેરા લગાવવાના રહેશે. ગરબા સ્થળની ક્ષમતા કરતાં વધુ ટિકિટ કે પાસનું વિતરણ કરી શકાશે નહીં. રમનારાઓ, દર્શકો અને પ્રવેશ માટે યોગ્ય બેરીકેડિંગ કરવાની રહેશે.

નશાખોરી રોકવા બ્રેથ એનેલાઈઝર અને મેટલ ડિટેક્ટર
ગરબા સ્થળે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે બ્રેથ એનેલાઈઝર, ડોરફ્રેમ અને હેન્ડ મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરવાની રહેશે. નશાખોરોને અટકાવી પોલીસને જાણ કરવા માટે બે વ્યક્તિઓની ફરજિયાત નિમણૂક કરવાની રહેશે અને તેમની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

ફાયર સેફ્ટીથી લઈને મેડિકલ સુવિધા સુધીની વ્યવસ્થા
આયોજકોએ ઈલેક્ટ્રિક ફિટિંગ, ફાયર સેફ્ટી, સિક્યુરિટી ગાર્ડ, પાર્કિંગ અને વોલેન્ટિયર્સની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે. જનમેદની માટે જરૂરી મેડિકલ સુવિધા અને એમ્બ્યુલન્સની અવરજવર માટે અલગ ઈમરજન્સી ગેટ રાખવાનો રહેશે. શમિયાણા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું પડશે અને જરૂરી તમામ સરકારી વિભાગોની લેખિત પરવાનગી લેવાની રહેશે.

અશ્લીલ અને ધાર્મિક લાગણી દુભાવતાં ગીતો પર પ્રતિબંધ
ગરબા દરમિયાન અશ્લીલ અથવા ધાર્મિક લાગણી દુભાવતાં ગીતો વગાડી શકાશે નહીં. સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારની સંપૂર્ણ વિગતો પોલીસને આપવાની રહેશે. સાઉન્ડ સિસ્ટમને લગતી કોઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજક અને સાઉન્ડ સિસ્ટમના માલિકની રહેશે.

VIP-સેલિબ્રિટી આવે તો પોલીસને અગાઉથી જાણ કરવી
જો ગરબા કાર્યક્રમમાં કોઈ VIP, સેલિબ્રિટી અથવા પ્રખ્યાત કલાકાર આવવાના હોય તો તેની માહિતી આયોજકોએ પોલીસને અગાઉથી આપવાની રહેશે. ગરબા સ્થળે ચાર વોચટાવર ઊભા કરીને વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા કરવાની રહેશે અને ક્લોઝ સર્કિટ કેમેરા મારફતે પોલીસ સર્વેલન્સ માટે પણ વ્યવસ્થા કરવી પડશે. બેગ કે અન્ય સામાન પ્રવેશદ્વાર પર ટોકન સિસ્ટમથી જમા લેવાનો રહેશે. સાથે જ ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. આ રીતે અમદાવાદમાં નવરાત્રિના આયોજન દરમિયાન આયોજકો માટે સુરક્ષા, ટ્રાફિક, સાઉન્ડ, મહિલા સુરક્ષા, પાર્કિંગ, ફાયર સેફ્ટી અને નશાખોરી રોકવા સહિત કુલ 44 નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

Tags:
#44_Rules#દંડ#VIP_Rules#AntiRomeoSquad#SoundBan
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026