મારું ગુજરાત

આવતીકાલથી અમદાવાદના આ વિસ્તારમાં વાહન પાર્ક કર્યા તો થશે કાનૂની કાર્યવાહી, પોલીસે જાહેર કર્યા નો-પાર્કિંગ ઝોન

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
આવતીકાલથી અમદાવાદના આ વિસ્તારમાં વાહન પાર્ક કર્યા તો થશે કાનૂની કાર્યવાહી, પોલીસે જાહેર કર્યા નો-પાર્કિંગ ઝોન

Ahmedabad No Parking Zone: શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગ અકસ્માતો નિવારવાના હેતુસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત (IPS) દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ નરોડા વ્યાસવાડીથી હરિદર્શન રોડ પર આવેલા વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધીના 250 મીટરના વિસ્તારને 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે, જેનો અમલ 29 નવેમ્બર, 2026થી લાગુ થશે.

6 સ્કૂલો અને અકસ્માતોની સ્થિતિને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
પોલીસ કમિશનર દ્વારા 27 નવેમ્બર, 2026 ના રોજ જારી કરાયેલા હુકમ મુજબ, ટ્રાફિક ભારણને જોતા નો-પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે. નરોડા વ્યાસવાડીથી હરિદર્શન રોડ ઉપર કુલ 6 સ્કૂલો આવેલી છે, જ્યાં વાહનચાલકો જાહેર રોડ ઉપર પોતાના વાહનો પાર્ક કરતા હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે તેમજ ભૂતકાળમાં આ સ્થળે માર્ગ અકસ્માતના બનાવો પણ બની ચૂક્યા છે.

નો-પાર્કિંગ ઝોનનો ચોક્કસ વિસ્તાર:
વ્યાસવાડીથી નોબલ સ્કૂલ સુધીનો 250 મીટરનો વિસ્તાર સંપૂર્ણપણે 'નો-પાર્કિંગ ઝોન' રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
જો કોઈ વાહનચાલક આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ દાખલ કરવામાં આવશે.

Tags:
#GujaratiNews#BreakingNews#GujaratNews#AhmedabadNews#TrafficUpdate
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026