મારું ગુજરાત

અમદાવાદના નરોડામાં લાકડીઓથી હુમલો કરી યુવકની હત્યા, હુમલાખોરો કોણ હતા તે દિશામાં તપાસ શરૂ

2 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદના નરોડામાં લાકડીઓથી હુમલો કરી યુવકની હત્યા, હુમલાખોરો કોણ હતા તે દિશામાં તપાસ શરૂ

Ahmedabad Naroda Murder Case: અમદાવાદના નરોડા વિસ્તારમાં આંબેડકરનગર નજીક યુવકની લાકડીઓ અને ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતા જતીન સોલંકી પર કર્મવીર હાઉસિંગ, દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે 3થી 4 અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને લાકડીઓ અને ધોકા વડે માર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ દોડી આવી હતી અને હત્યાનું કારણ જાણવા સહિત આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.

3થી 4 અજાણ્યા શખસોએ યુવક પર કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતા જતીન સોલંકી પર કર્મવીર હાઉસિંગ દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક હુમલો કરવામાં આવ્યો હતો. 3થી 4 અજાણ્યા શખસોએ યુવકને લાકડીઓ અને ધોકા વડે માર માર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે જતીન સોલંકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક જતીન સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

ફરાર આરોપીઓને પકડવા પોલીસની અલગ-અલગ ટીમો
હુમલા બાદ 3થી 4 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસ હત્યા પાછળનું કારણ જાણવા અને આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા તપાસ કરી રહી છે. તપાસ આગળ વધતાં આ બનાવ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

Tags:
GujaratVandanGujarat Crime NewsAhmedabad Latest Crime NewsWooden Stick Attack AhmedabadNaroda Police Investigation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026