મારું ગુજરાત

અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, મોપેડ સવાર દંપતીને મારી ટક્કર; કારમાંથી દારૂની બોટલો મળી

12 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદના નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, મોપેડ સવાર દંપતીને મારી ટક્કર; કારમાંથી દારૂની બોટલો મળી

Ahmedabad Drunk Driving Accident: અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારે નશામાં ધૂત બે શખ્સોએ પૂરઝડપે કાર હંકારી મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. ઘટનાને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ બંને શખ્સોને પકડીને પોલીસને સોંપ્યા હતા. બંને આરોપીઓ રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

નશામાં ધૂત કારચાલકે મોપેડ સવાર દંપતીને મારી ટક્કર
મળતી માહિતી પ્રમાણે, બુધવાર, 11 નવેમ્બરના રોજ બપોરના સમયે નાના ચિલોડા વિસ્તારમાં બે શખ્સો નશાની હાલતમાં પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રસ્તા પરથી પસાર થઈ રહેલા મોપેડ સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસાનની તીવ્રતા એટલી હતી કે કારની આગળની નંબર પ્લેટ, કાચ અને બમ્પર સંપૂર્ણપણે તૂટી ગયાં હતાં. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

કારમાંથી દારૂની બોટલો મળી આવતાં સ્થાનિકોમાં રોષ
અકસાત બાદ સ્થાનિકોએ કારની તપાસ કરતાં તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. બંને શખ્સો પણ નશાની હાલતમાં હોવાનું જણાતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ બંને શખ્સોને પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

બંને શખ્સો રાજકોટના રહેવાસી
ઘટનાની જાણ થતાં નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી હતી. બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ દારૂના નશામાં લથડિયા ખાતા હોવાનું અને તેમના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવતી હોવાનું સામે આવ્યું હતું. બંને શખ્સો રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કારચાલક સામે અકસ્માત અને નશાબંધીના ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોટેરા રોડ પર સગીર કારચાલકે AMCના ટ્રેક્ટરને મારી ટક્કર
અમદાવાદમાં અકસ્માતની બીજી એક ઘટનામાં ભાટ-મોટેરા રોડ પર પૂરઝડપે આવતી કાર AMCના ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. રસ્તા પર ડિવાઇડર પાસે વૃક્ષોની છંટકાવની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર સાથે અથડાવાને કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કાર એક સગીર વયનો બાળક ચલાવી રહ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી હતી. સગીર વયનાં બાળકોના હાથમાં વાહનની ચાવી સોંપવાથી આવી ગંભીર ઘટનાઓ સર્જાઈ શકે છે, તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.

Tags:
દારૂનીબોટલોદંપતીમોપેડકાયદોવ્યવસ્થાદારૂબંધી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026