મારું ગુજરાત

AMC કમિટીનો મોટો નિર્ણય: અધિકારીઓની બઢતી-બદલી સાથે વહીવટી માળખું રી-સેટ

27 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
AMC કમિટીનો મોટો નિર્ણય: અધિકારીઓની બઢતી-બદલી સાથે વહીવટી માળખું રી-સેટ

AMC Administrative Shake-Up: Major Promotions & Transfers Approved: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટાફ સિલેક્શન એન્ડ અપોઇન્ટમેન્ટ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં બઢતી, સ્વૈચ્છિક નિવૃત્તિ અને પ્રોબેશન સમયગાળો લંબાવવા સહિતના અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નવા ફેરફારોથી કોર્પોરેશનની કામગીરીમાં નવી ઊર્જા અને ઝડપ આવશે તેવી સત્તાધીશોને આશા છે.

વહીવટી કેડર અને લાઈટ વિભાગમાં અધિકારીઓની પ્રમોશનની બોનસ
બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, વહીવટી કેડરમાં એચઓડી (HOD) કક્ષાની ખાલી જગ્યા પર ડેપ્યુટી એચઓડી તરીકે ફરજ બજાવતા મુકેશ બી. પટેલને પ્રમોશન આપીને HOD બનાવાયા છે. આ સાથે જ ડેપ્યુટી HODની જગ્યા પર અસિસ્ટંટ મેનેજર કલ્પેશ દશરથલાલ પટેલની બઢતી કરવામાં આવી છે. બીજી તરફ, લાઈટ, એસટીપી અને દૂધેશ્વર વોટર વર્ક્સ વિભાગમાં નવી ઊભી કરાયેલી એડિશનલ ચીફ એન્જિનિયરની જગ્યા પર ડેપ્યુટી સિટી એન્જિનિયર વસંત બાબુ નિનામાને સરકારી મંજૂરીની અપેક્ષાએ પ્રમોશન આપવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ અને ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટનો પ્રોબેશન લંબાવાયો
હેલ્થ વિભાગમાં પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. મિલન એચ. નાયકે સ્વાસ્થ્ય અને અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) માંગી હતી, જેને કમિટીએ માન્ય રાખીને 8 જુલાઈ 2026ના રોજથી મંજૂર કરી દીધી છે. ઉપરાંત, ઝૂ ખાતાના ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે પ્રોબેશન પર રહેલા અધિકારીનો સમયગાળો વધુ 1 વર્ષ માટે અથવા આઈ.આર. વિભાગની શો-કોઝ નોટિસનો નિર્ણય આવે ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે.

રોડ-બિલ્ડિંગ અને વોટર વિભાગના પ્રમોશન પર હાલ પૂરતી બ્રેક
તમામ બઢતીઓની વચ્ચે કેટલાક મહત્વના વિભાગોના પ્રમોશન અટકાવી દેવાયા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ વિભાગના ડાયરેક્ટરની જગ્યા, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરની 3 જગ્યાઓ તેમજ વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરની 18 જેટલી બઢતીપાત્ર જગ્યાઓ પરના નિર્ણય હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે. આ વિભાગો અંગે આગામી કમિટી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

Tags:
#LocalGovernance#AhmedabadPolitics#BreakingNews#OfficerTransfers#MunicipalCorporation
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026