મારું ગુજરાત

અમદાવાદ મેટ્રોની રેકોર્ડબ્રેક કમાણી: પ્રથમવાર ₹58 કરોડનો આંકડો પાર

8 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
અમદાવાદ મેટ્રોની રેકોર્ડબ્રેક કમાણી: પ્રથમવાર ₹58 કરોડનો આંકડો પાર

Ahmedabad metro revenue: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટે વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. મેટ્રોની કુલ આવક પ્રથમવાર ₹58 કરોડને પાર પહોંચી છે, જે વર્ષ 2024ની સરખામણીએ આશરે 35 ટકાનો ઉલ્લેખનીય વધારો દર્શાવે છે. સાથે સાથે, મુસાફરોની સંખ્યા પણ રેકોર્ડ 4.83 કરોડ સુધી પહોંચી છે, જેનાથી શહેરમાં જાહેર પરિવહન માટે મેટ્રો પર વધતો વિશ્વાસ સ્પષ્ટ થાય છે. આંકડાઓ મુજબ, વર્ષ 2023માં અમદાવાદ મેટ્રોએ ₹32.12 કરોડની આવક મેળવી હતી, જે 2024માં વધીને ₹43.62 કરોડ થઈ હતી. જ્યારે વર્ષ 2025માં આ આવક સીધી જ ₹58 કરોડને પાર પહોંચી છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે મેટ્રો નેટવર્કના વિસ્તરણ અને સુવિધાઓમાં સુધારાને મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

₹17.96 લાખથી વધુની આવક મેળવી
મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને કારણે પ્રતિ મુસાફર સરેરાશ ₹12ની ટિકિટ આવક નોંધાઈ છે. ડિસેમ્બર 2025 દરમિયાન સૌથી વધુ 45.96 લાખ મુસાફરો મેટ્રોમાં સફર કરી હતી, જેમાંથી માત્ર એક મહિનામાં જ ₹5.57 કરોડની આવક થઈ હતી. આ સમયગાળા દરમિયાન મેટ્રોએ પ્રતિદિન સરેરાશ ₹17.96 લાખથી વધુની આવક મેળવી હતી. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 23.51 લાખ મુસાફરો નોંધાયા હતા, જેમાંથી ₹39.61 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ મેટ્રોમાં મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે તેની સરખામણીએ BRTSમાં વૃદ્ધિનો દર ધીમો રહ્યો છે. BRTSમાં વર્ષ 2021માં સરેરાશ 96,967 મુસાફરો હતા, જે 2023માં 2 લાખ સુધી પહોંચ્યા હતા, પરંતુ 2024માં તેની કુલ આવક માત્ર ₹22.77 લાખ નોંધાઈ હતી.

મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ
આ દરમિયાન અમદાવાદ મેટ્રોના વિસ્તરણની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ થવાનું છે. આ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2036ની તૈયારીના ભાગરૂપે મેટ્રોના નવા ફેઝની પણ જાહેરાત કરવામાં આવશે.

- ફેઝ-2એ અંતર્ગત કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 6 કિલોમીટર લાંબો રૂટ તૈયાર કરવામાં આવશે, જેમાં અંદાજે ₹1800 કરોડનો ખર્ચ થશે. આ રૂટ તાજ સર્કલ અને હાંસોલ માર્ગે પસાર થશે, જેમાં તાજ સર્કલથી એરપોર્ટ સુધીનો ભાગ અંડરગ્રાઉન્ડ રહેશે.

- ફેઝ-2બી હેઠળ ગિફ્ટ સિટીમાં આંતરિક મેટ્રો કનેક્ટિવિટી વિકસાવવામાં આવશે, જેમાં ત્રણ સ્ટેશનોનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં કાર્યરત ઓફિસો અને રહેણાંક વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. યોજના મુજબ વર્ષ 2028 સુધીમાં એરપોર્ટ રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાની સંભાવના છે.

Tags:
Development Projectવિકાસ પ્રોજેક્ટGujarati Newsગુજરાતી ન્યૂઝEconomic Growth
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026