મારું ગુજરાત

માણેકચોકમાં ગેરકાયદે સોના-ચાંદીની 150થી વધુ ભઠ્ઠીઓ! મોટી દુર્ઘટનાનો ખતરો

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
માણેકચોકમાં ગેરકાયદે સોના-ચાંદીની 150થી વધુ ભઠ્ઠીઓ! મોટી દુર્ઘટનાનો ખતરો

Ahmedabad Manek Chowk Illegal Furnaces: અમદાવાદના ઐતિહાસિક માણેકચોક અને તેની આસપાસના કોટ વિસ્તારમાં રહેણાંક વિસ્તારો વચ્ચે ગેરકાયદે સોના-ચાંદી ગાળવાની અને પોલિશ કરવાની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાના આક્ષેપો વચ્ચે મોટી હોનારતનું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માણેકચોક અને આસપાસના વિસ્તારોમાં 150થી વધુ સોના-ચાંદીની ભઠ્ઠીઓ કાર્યરત છે. થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે આગની ઘટના બન્યા બાદ ફરી એકવાર ફાયર સેફ્ટી અને ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ સામે સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા એકલ-દોકલ એકમોની ચકાસણી કરીને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં સ્થાનિકોનો આક્ષેપ છે, કે સમગ્ર વિસ્તારમાં આવી પ્રવૃત્તિ સામે કડક અને વ્યાપક કાર્યવાહી જરૂરી છે.

રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓથી જોખમ
અમદાવાદના માણેકચોક, ખાડિયા સહિતના કોટ વિસ્તારમાં રહેણાંક મકાનોની વચ્ચે વિવિધ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને સોના-ચાંદી ગાળવાની અને પોલિશ કરવાની ભઠ્ઠીઓ રહેણાંક વિસ્તારોમાં કાર્યરત હોવાને કારણે આગની સાથે પ્રદૂષણ અને આરોગ્ય સંબંધિત જોખમ પણ ઊભું થઈ રહ્યું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવા એકમોમાં ઊંચા તાપમાન અને ગેસ આધારિત પ્રક્રિયાનો ઉપયોગ થતો હોવાથી આગની નાની ઘટના પણ આસપાસના મકાનો સુધી ઝડપથી ફેલાઈ શકે છે. કોટ વિસ્તારમાં મકાનો એકબીજાની નજીક હોવાથી ઈમરજન્સીની સ્થિતિમાં ફાયર બ્રિગેડને પહોંચવામાં અને બચાવ કામગીરી કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આગની ઘટના બાદ ફરી ફાયર સેફ્ટી પર સવાલ
માણેકચોક વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે આગની ઘટના બનતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. આ ઘટના બાદ આવા એકમોની ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક સ્થળોએ એલપીજી ગેસનો ઉપયોગ, ઇલેક્ટ્રિક સેફ્ટી, વેન્ટિલેશન, આગ લાગે ત્યારે બહાર નીકળવાના માર્ગ અને ફાયર સેફ્ટી સાધનો જેવી બાબતોનું પૂરતું પાલન થાય છે કે નહીં તેની નિયમિત ચકાસણી થતી નથી. સોના-ચાંદી ગાળવાની પ્રક્રિયા દરમિયાન નીકળતા ધુમાડા અને કેમિકલયુક્ત કચરાને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આક્ષેપ છે કે કેટલાક એકમોમાંથી નીકળતો કચરો અને કેમિકલ સીધો ગટર-ડ્રેનેજમાં છોડવામાં આવે છે. આવી સ્થિતિમાં ડ્રેનેજ લાઈનમાં ચોકઅપ અને બ્રેકડાઉનની સમસ્યા વધતી હોવાની ફરિયાદો છે. સાથે જ પાણીના પ્રદૂષણ અંગે પણ સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. આવા એકમોમાંથી નીકળતા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા અને પર્યાવરણીય નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસની પણ માગ ઉઠી છે.

પ્લાસ્ટિક અને લોખંડના ભુક્કાથી પણ ડ્રેનેજ લાઈન ચોકઅપ
માણેકચોક અને કોટ વિસ્તાર પૂરતો મુદ્દો માત્ર સોના-ચાંદીની ભઠ્ઠીઓ સુધી સીમિત નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં પ્લાસ્ટિક, કાગળ, બોલ અને બેરિંગના ગોડાઉન સહિતની કોમર્શિયલ પ્રવૃત્તિઓ પણ રહેણાંક વિસ્તારોમાં ઊભી થઈ છે. આવા એકમોમાંથી નીકળતો પ્લાસ્ટિક અને લોખંડનો ભુક્કો ગટરમાં નાખવામાં આવતો હોવાના આક્ષેપો છે. જેના કારણે વારંવાર ડ્રેનેજ લાઈન ચોકઅપ થતી હોવાની ફરિયાદો સામે આવી છે. માણેકચોક અને કોટ વિસ્તાર અમદાવાદના ઐતિહાસિક વારસાનો મહત્વનો હિસ્સો છે. હેરિટેજ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, હેરિટેજ ઈમારતોની આસપાસ ચાલતી ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને આગના જોખમને કારણે ઐતિહાસિક મિલકતોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે હેરિટેજ ઈમારતોની આસપાસના જોખમી એકમો સામે પણ અસરકારક કાર્યવાહી થવી જોઈએ.

સ્થાનિકોની રજૂઆતો છતાં સમસ્યા યથાવત હોવાનો આક્ષેપ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, તેઓ લાંબા સમયથી રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ અંગે તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી તેવી ફરિયાદ છે. સ્થાનિકોનો સવાલ છે કે જો 150થી વધુ ભઠ્ઠીઓ ખરેખર કાર્યરત હોય તો માત્ર થોડા એકમોને નોટિસ આપવાથી સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે? સમગ્ર વિસ્તારનું સર્વેક્ષણ કરીને કયા એકમો કાયદેસર છે અને કયા એકમો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની તપાસ કરવાની માગ કરવામાં આવી રહી છે.

બહેરામપુરા-દાણીલીમડા સહિતના વિસ્તારોમાં પણ પ્રદૂષણની ફરિયાદ
બહેરામપુરા, દાણીલીમડા, ઈસનપુર અને નારોલ જેવા વિસ્તારોમાં પણ રહેણાંક મકાનોમાં વિવિધ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક એકમોમાંથી નીકળતા ધુમાડા અને કચરાને કારણે હવા પ્રદૂષિત થવાની સમસ્યા ગંભીર બની રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે હવામાં પ્રદૂષણની ચાદર છવાઈ જતી હોવાનો સ્થાનિકોનો દાવો છે. આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ અંગે પણ ફરિયાદો કરવામાં આવી રહી છે.

માણેકચોકની કઈ પોળોમાં આવી પ્રવૃત્તિની ફરિયાદ?

સ્થાનિકોની રજૂઆતો અનુસાર, નીચેના વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે:

  • ઘાંચીની પોળ

  • દેડકાની પોળ

  • રૂપાસૂરચંદની પોળ

  • લુહારની પોળ

  • ગુસા પારેખની પોળ

  • રતનપોળ

  • ખેતરપાળની પોળ

  • બંધારાનો ખાંચો

  • મોચીની ખડકી

તંત્રની કામગીરી પર નજર
માણેકચોક વિસ્તારમાં આગની ઘટના બાદ તંત્ર દ્વારા કેટલાક એકમોની ચકાસણી અને નોટિસની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે. જોકે, સ્થાનિકોનો સવાલ છે કે સમગ્ર વિસ્તારમાં કાર્યરત એકમોની ફાયર સેફ્ટી, ગેસ કનેક્શન, ઇલેક્ટ્રિકલ સેફ્ટી, વેન્ટિલેશન, કચરાના નિકાલ અને પર્યાવરણીય નિયમો અંગે વ્યાપક તપાસ ક્યારે થશે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે હેરિટેજ વિસ્તારમાં રહેણાંક મકાનોની વચ્ચે આવી જોખમી પ્રવૃત્તિઓને કેવી રીતે રોકવામાં આવશે અને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર કડક કાર્યવાહી કરશે કે નહીં.

Tags:
ગુજરાતવંદનGujaratvandanManek Chowk NewsAhmedabad PollutionIllegal Commercial Activity
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026