મારું ગુજરાત

દારૂબંધીવાળા ગુજરાતમાં અમદાવાદમાં દારૂની મહેફિલ! હાથમાં બિયર લઈને ‘તેરે પ્યાર મેં’ ગીત પર મહિલાએ કર્યો ડાન્સ

20 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દારૂબંધીવાળા ગુજરાતમાં અમદાવાદમાં દારૂની મહેફિલ! હાથમાં બિયર લઈને ‘તેરે પ્યાર મેં’ ગીત પર મહિલાએ કર્યો ડાન્સ

Ahmedabad Liquor Party Video: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં દારૂ અને બિયરની ખુલ્લેઆમ મહેફિલ યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં કેટલાક લોકો મોટી પવાલીમાં બરફ, લીંબુ, ફ્રૂટ, દારૂ અને કોલ્ડ્રિંક મિક્સ કરીને પીણું તૈયાર કરતા જોવા મળે છે. ત્યારબાદ યુવક-યુવતીઓ એકસાથે ચિયર્સ કરીને દારૂ પીતા નજરે પડે છે. એટલું જ નહીં, એક મહિલા હાથમાં બિયરનું ટીન લઈને ગીત પર ડાન્સ કરતી પણ જોવા મળે છે.

સરદારનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનો દાવો
વાઈરલ વીડિયો અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નંદીગ્રામ સોસાયટી નજીકના શિવ બંગ્લોઝનો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ વીડિયો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

દારૂ બનાવવાની તૈયારીથી લઇને પીવા સુધીના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયા.

મોટી પવાલીમાં બરફ, લીંબુ અને ફ્રૂટ નાખી દારૂ તૈયાર કર્યો
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં પ્રસંગ દરમિયાન મોટી પવાલીમાં બરફ, લીંબુ અને કાપેલાં ફ્રૂટ નાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં દારૂની બોટલો અને અન્ય કોલ્ડ્રિંક ઠાલવવામાં આવે છે. આ રીતે પીણું તૈયાર થયા બાદ યુવક-યુવતીઓ ભેગા થઈને ચિયર્સ કરતા અને દારૂ પીતા જોવા મળે છે. વીડિયોમાં વોડકા પ્રકારનું પીણું તૈયાર કરીને મહેફિલ માણવામાં આવી હોવાનું જણાય છે. દારૂ બનાવવાની તૈયારીથી લઈને પીવા સુધીની સમગ્ર પ્રક્રિયાના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

'તેરે પ્યાર મેં' ગીત પર બિયર સાથે મહિલાનો ડાન્સ
આ ઘટનાનો બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં એક મહિલા હાથમાં બિયરનું ટીન લઈને લોકોની વચ્ચે ડાન્સ કરતી જોવા મળે છે. 'તેરે પ્યાર મેં' અને 'દિલ ચાહતા હૈ' ગીતો પર મહિલાનો ડાન્સ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, એક મહિલા સહિત કેટલાક લોકો દારૂ ચાખતા હોવાના દૃશ્યો પણ વીડિયોમાં કેદ થયા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

યુવક અને યુવતીઓ ભેગા મળીને ચિયર્સ કરી દારૂ પીધો.

દારૂબંધી વચ્ચે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અમદાવાદમાં આ પ્રકારના વીડિયો સામે આવતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. દારૂની મહેફિલ અને બિયર સાથે ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણે પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે. શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂના વેચાણ અને મહેફિલના વીડિયો વારંવાર સામે આવતા હોવાની ચર્ચા છે. એક તરફ પોલીસ ડ્રગ્સના વેચાણ સામે કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી તરફ દારૂના આવા વીડિયો સામે આવતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત એજન્સીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

Tags:
GujaratVandanWoman Beer Dance VideoGujarat ProhibitionSardarnagar PoliceAhmedabad Liquor News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026