મારું ગુજરાત

અમદાવાદના શો- રૂમમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરીની ઘટના, માલિક જમવા ગયા અને સેલ્સ ગર્લ કરોડોનું સોનું લઈને ફરાર

13 મે, 2026•
GVGujaratvandan team
અમદાવાદના શો- રૂમમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરીની ઘટના, માલિક જમવા ગયા અને સેલ્સ ગર્લ કરોડોનું સોનું લઈને ફરાર

Sales Girl Theft Case Nikol Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક જાણીતા જ્વેલરી શો- રૂમમાં કામ કરતી સેલ્સ ગર્લ દ્વારા કરોડો રૂપિયાના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ જવાના બનાવે શહેરમાં ભારે ચકચાર મચાવી છે. સામાન્ય રીતે 20-25 લાખની ચોરીના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ ઘટનામાં અંદાજે 1.66 કરોડ રૂપિયાના દાગીના ગાયબ થતા વેપારી વર્તુળોમાં પણ ચિંતા ફેલાઈ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

શું છે સમગ્ર મામલો?
માહિતી અનુસાર, કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલના અનમોલ સર્કલ નજીક આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં સોના-ચાંદીના દાગીનાનો શો- રૂમ ચલાવે છે. શો-રૂમમાં મેનેજર, સેલ્સમેન અને અન્ય સ્ટાફ સહિત લગભગ 19 લોકો કામ કરે છે. લગભગ 11 મહિના પહેલા હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે નોકરીમાં જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરના સમયે શો- રૂમના માલિક દર્શનભાઈ જમવા માટે ઘરે ગયા હતા. તે દરમિયાન શો- રૂમમાં મેનેજર અને અન્ય કર્મચારીઓ હાજર હતા. સાંજે લગભગ 5 વાગ્યે એક ગ્રાહક ખરીદી માટે આવ્યો ત્યારે સ્ટાફના સભ્યને દાગીનાની ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ સ્ટાફે તપાસ શરૂ કરી તો હર્ષિદા શેટ્ટી શો- રૂમમાં હાજર ન હતી.

શંકા જતા CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા
સ્ટાફે પૂછપરછ કરતાં જાણવામાં આવ્યું કે હર્ષિદાએ ઇમરજન્સી કામ હોવાનું કહીને સાંજે સાડા ચાર વાગ્યે રજા લીધી હતી. જોકે શો- રૂમ માલિકે કોઈ રજા મંજૂર કરી ન હોવાનું બહાર આવ્યું. આથી શંકા જતા CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં હર્ષિદા શો- રૂમના કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના કપડાં અને ખિસ્સામાં છુપાવતી જોવા મળી હતી. ત્યારબાદ તે સ્ટોર રૂમમાં જઈ પોતાની બેગ લઈને બહાર નીકળી ગઈ હતી.

હર્ષિદાનો ફોન સ્વીચ ઓફ આવ્યો
ઘટના બાદ જ્યારે હર્ષિદાના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ થયો ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. શો- રૂમમાં સંપૂર્ણ તપાસ કરતાં સોનાની ચેઇન, વીંટીઓ, બુટ્ટી, મંગળસૂત્ર, ઘડિયાળ, પેન્ડલ અને અન્ય દાગીના મળી કુલ 1.66 કરોડ રૂપિયાનો માલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

વડોદરામાં પણ બની આવી જ ચોરીની ઘટના
બીજી તરફ વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં પણ લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બજાર વિસ્તારમાં ધંધો કરતા જ્વેલરી વેપારી જીગ્નેશભાઈ પર ત્રણ બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો વેપારીને ઇજા પહોંચાડી અંદાજે 40 ગ્રામ સોનું અને 50 હજાર રૂપિયાની રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ પછી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

Tags:
#CrimeGujarat#AhmedabadNews#MyGujarat#મારુંગુજરાત#JewelryTheft
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026