મારું ગુજરાત

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર કરંટ લાગતાં 15 વર્ષના સગીરનું મોત, કોન્ટ્રાક્ટર-બિલ્ડર સામે ફરિયાદ

14 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં બાંધકામ સાઇટ પર કરંટ લાગતાં 15 વર્ષના સગીરનું મોત, કોન્ટ્રાક્ટર-બિલ્ડર સામે ફરિયાદ

Ahmedabad Jagatpur News: અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર વીજ કરંટ લાગવાથી 15 વર્ષના સગીર શ્રમિકનું મોત નીપજ્યું છે. 11 ઓક્ટોબરના રોજ બનેલી આ દુર્ઘટનામાં સચિન નામનો સગીર પાણી ભરાયેલી જમીન પર ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકના મોટા ભાઈએ મુખ્ય કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને જવાબદાર બિલ્ડર સામે બેદરકારીનો આક્ષેપ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લોખંડનો ઘોડો લઈ જતી વખતે લાગ્યો વીજ કરંટ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મીસમ રમેશભાઈ ગરાસીયા અને તેમનો 15 વર્ષનો નાનો ભાઈ સચિન અન્ય શ્રમિકો સાથે 11 ઓક્ટોબરના રોજ જગતપુરની બ્લ્યુ વેલ બાંધકામ સાઇટ પર મજૂરીકામ માટે ગયા હતા. સાઇટના મુખ્ય કોન્ટ્રાક્ટર કાંતીભાઈ મિસ્ત્રી અને સુપરવાઇઝર નાનજીભાઈ સોલંકીએ સચિનને લોખંડનો ઘોડો ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જવાબદારી સોંપી હતી. બપોરના સમયે સચિન અન્ય એક શ્રમિક સાથે લોખંડનો ઘોડો લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન જમીન પર પાણી ભરાયેલું હતું અને ત્યાં મશીનના ખુલ્લા વીજ વાયરો પસાર થતા હતા. સચિનનો પગ આ જોખમી વાયરના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે બેભાન થઈને જમીન પર પટકાયો હતો.

હોસ્પિટલમાં સારવાર પહેલાં જ મોત
વીજ કરંટ લાગવાથી સચિનના બંને પગના પંજાના ભાગે ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક રિક્ષામાં બેસાડીને નજીકની જેન્સીસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર 15 વર્ષની ઉંમરે સચિનના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રોજીરોટી માટે બાંધકામ સાઇટ પર કામ કરવા ગયેલા સગીરનું આ રીતે મોત થતાં સાઇટ પરની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.

કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને બિલ્ડર સામે ફરિયાદ
મૃતકના મોટા ભાઈ મીસમ ગરાસીયાનો આક્ષેપ છે કે બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી સેફ્ટી સાધનો આપવામાં આવ્યાં નહોતાં. ઉપરાંત, પાણી ભરાયેલી જગ્યાએ ખુલ્લા વીજ વાયરો જોખમી રીતે રાખવામાં આવ્યા હતા. ફરિયાદીનો દાવો છે કે આ બેદરકારીને કારણે જ સચિનનો જીવ ગયો હતો. આ મામલે મુખ્ય કોન્ટ્રાક્ટર કાંતીભાઈ મિસ્ત્રી, સુપરવાઇઝર નાનજીભાઈ સોલંકી અને જવાબદાર બિલ્ડર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે. બાંધકામ સાઇટ પર સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને દુર્ઘટના માટે કોની જવાબદારી બને છે, તે તપાસ બાદ સ્પષ્ટ થશે.

Tags:
ઇલેક્ટ્રિક શોકપોલીસ તપાસશોકજનકનિર્દોષ મૃત્યુગુજરાત ન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026