મારું ગુજરાત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં 3 કાર ફંગોળી, પછી હોસ્પિટલમાંથી ફરાર

5 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં 3 કાર ફંગોળી, પછી હોસ્પિટલમાંથી ફરાર

Ahmedabad Accident: અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલી ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કારને ભારે નુકસાન થયું હતું. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં એસજી-2 ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કારચાલકને પણ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે પોલીસને જાણ થાય તે પહેલાં જ તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રની કારમાં 6 લોકો સવાર હતા
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કારચાલક પોતાના મિત્ર પાસેથી કાર લઈને નીકળ્યો હતો. કારમાં કુલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ નજીક પહોંચતા જ કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને સર્વિસ રોડની સાઈડમાં પડેલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસમાતના ધડાકાથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પહેલી કાર આગળ પડેલી અન્ય કાર સાથે અથડાઈ હતી. ત્યારબાદ અકસ્માત સર્જનાર કાર રિવર્સ થઈને ત્યાં ઉભેલી એક વૈભવી કાર સાથે પણ અથડાઈ હતી.

વૈભવી કારમાં ચાલક હાજર હતો
અકસ્મત સમયે વૈભવી કારમાં તેનો ચાલક હાજર હતો. જોકે સદ્દનસીબે તેને કોઈ ઈજા પહોંચી નહોતી. સમગ્ર ઘટનાના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર અને ત્યારબાદ સર્જાયેલો અકસ્માત જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં કારચાલકે પોતે જ કાર ચલાવતો હોવાનું અને અકસ્માત સર્જાયો હોવાનું સ્વીકાર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ એસજી-2 ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હોસ્પિટલમાંથી ફરાર થયેલા કારચાલકને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

Tags:
Speeding AccidentLatest News AhmedabadAhmedabad PoliceHospital Escape3 Car Accident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026