મારું ગુજરાત

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે અમદાવાદની સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણથી આવ્યો મોટો બદલાવ આજે

7 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસે અમદાવાદની સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણથી આવ્યો મોટો બદલાવ આજે

Ahmedabad gov schools: આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરે માત્ર અક્ષરજ્ઞાનની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ દરેક નાગરિકને જ્ઞાન, ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ સાથે જોડવાનો સંકલ્પ છે. ગુજરાત સરકારે ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાથમિકતા આપીને વિકસાવેલું મોડેલ આજે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સ' અને ગાંધીનગરના વિશ્વસ્તરીય 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' જેવા ડેટા આધારિત પ્રકલ્પોથી રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.

ટેકનોલોજી આધારિત શિક્ષણનો વ્યાપ વધ્યો
ડિજિટલ યુગમાં સાક્ષરતાનો અર્થ હવે માત્ર વાંચવા-લખવા પૂરતો રહ્યો નથી. બાળકોને ડિજિટલ અને વૈજ્ઞાનિક રીતે સક્ષમ બનાવવાના પ્રયાસો અંતર્ગત અમદાવાદની સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક STEM લેબ્સ, સ્માર્ટ બોર્ડ અને થ્રીડી એનિમેટેડ શૈક્ષણિક સામગ્રી જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની શાળાઓમાં પરંપરાગત ચોક-ડસ્ટરની જગ્યાએ ટેકનોલોજી આધારિત શિક્ષણનો વ્યાપ વધ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન અમદાવાદ જિલ્લામાં 4,817 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો હોવાનો આંકડો પણ સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનું આયોજન
આ પરિવર્તન પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેતૃત્વ, અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગનું આયોજન અને શિક્ષકોની મહેનત મહત્વપૂર્ણ બની છે. તાલીમબદ્ધ શિક્ષકો સરકારી શાળાઓમાં ઉપલબ્ધ નવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ પ્રયોગાત્મક તથા રસપ્રદ બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની ક્ષમતા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાના પ્રયાસો સાથે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ માટે ઊભી થતી નવી તકો
અમદાવાદની સરકારી શાળાઓમાં જોવા મળતું પરિવર્તન માત્ર નવી ઇમારતો કે આધુનિક સાધનો સુધી સીમિત નથી, પરંતુ તે વાલીઓના વધતા વિશ્વાસ, વિદ્યાર્થીઓ માટે ઊભી થતી નવી તકો અને શિક્ષકોના સમર્પણનું પરિણામ છે. સ્માર્ટ ક્લાસરૂમથી લઈને ડિજિટલ લર્નિંગ અને STEM શિક્ષણ સુધીના પ્રયાસો સાક્ષરતાને નવી દિશા આપી રહ્યા છે. રાજ્ય સરકારની શિક્ષણલક્ષી નીતિઓ અને શિક્ષકોના પ્રયાસોથી સરકારી શાળાઓ હવે આધુનિક, સર્વસમાવેશી અને ગુણવત્તાસભર શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનQuality EducationLearning InnovationDigital Literacy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026