મારું ગુજરાત

અમદાવાદમાં ખાદ્યતેલનું મોટું કૌભાંડ પકડાયું! જૂના ડબામાં ભરાતું હતું તેલ, 175 ટિન જપ્ત

12 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં ખાદ્યતેલનું મોટું કૌભાંડ પકડાયું! જૂના ડબામાં ભરાતું હતું તેલ, 175 ટિન જપ્ત

Ahmedabad Food Department Raid: અમદાવાદમાં ખાદ્યતેલમાં ભેળસેળ અને ગેરરીતિ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. લાંભા વિસ્તારમાં જાણીતી કંપનીઓના જૂના અને વપરાયેલા ડબ્બામાં ખાદ્યતેલ ભરીને વેચાણ કરતા એકમ પર ઓચિંતા દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ભરેલા અને ખાલી ડબ્બા મળી આવતા તંત્રએ એકમને તાત્કાલિક સીલ કરી દીધું હતું.

છત્રાલથી ટેન્કરમાં તેલ મંગાવી જૂના ડબ્બામાં ભરાતું હતું
લાંભાના પીપળજ રોડ પર આવેલા આદર્શ એસ્ટેટમાં ‘મમતા એગ્રો પ્રોટીન’ નામના એકમમાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અહીં સોયાબીન, કપાસિયા અને પામ તેલ છત્રાલથી ટેન્કર મારફતે મંગાવવામાં આવતું હતું. ત્યારબાદ આ તેલને અલગ-અલગ બ્રાન્ડના નામે જૂના ડબ્બામાં ભરીને બજારમાં વેચવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી. સ્થળ પરથી આશરે રૂ. 3.75 લાખની કિંમતના 175 ભરેલા ટિન તેમજ 300 જેટલા ખાલી અને વપરાયેલા ડબ્બા મળી આવ્યા હતા.

‘રાજહંસ’ અને ‘કપાસ’ના લેબલ મળ્યા
ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી ‘રાજહંસ’ અને ‘કપાસ’ નામના બ્રાન્ડના લેબલ પણ મળી આવ્યા હતા. જોકે, આ લેબલ ટ્રેડમાર્ક કરાયેલા ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત ખાદ્યતેલ કયા સ્થળે અને કોને વેચવામાં આવતું હતું તેનો કોઈ અધિકૃત રેકોર્ડ પણ જાળવવામાં આવતો ન હતો. પેકિંગમાં ગંભીર ખામીઓ અને અન્ય અનિયમિતતા જણાતા ભરેલા ડબ્બાના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી હતી.

એકમ સીલ, FSSAI લાયસન્સ રદ કરવાની કાર્યવાહી
નિયમોના ભંગ અને ખાદ્યતેલના ગેરકાયદેસર વેચાણના મામલે ફૂડ વિભાગે એકમ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. એકમને સીલ કરવાની સાથે તેનું FSSAI લાયસન્સ રદ કરવા માટેની કાનૂની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીને પગલે ખાદ્યતેલના વેપારમાં ગેરરીતિ કરતા એકમો સામે પણ સખત કાર્યવાહી થવાના સંકેત મળ્યા છે.

Tags:
#PublicAlert#AhmedabadNews#ખાદ્યતેલ#Adulteration#FSSAIRaid
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026