Ahmedabad Fire Sarkhej Gyaspur: અમદાવાદના સરખેજ-ગ્યાસપુર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા તાત્કાલિક 8 ફાયર ફાઈટિંગ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ફાયર વિભાગની ટીમોએ આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી છે.
ફાયર વિભાગની 8 ગાડીઓ આગ ઓલવવા કામે લાગી
ઝૂંપડપટ્ટી વિસ્તાર હોવાના કારણે આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. AFESનાં 8 ફાયર વ્હીકલ્સ અને ફાયર ફાઈટર્સની ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમો આગને અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવવા માટે સઘન પ્રયાસ કરી રહી છે.
અગાઉ પણ આ જ વિસ્તારમાં લાગી હતી આગ
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ સરખેજ-ગ્યાસપુરના આ જ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. તે સમયે પણ મોટા પાયે નુકસાન થયું હતું. ફરી એકવાર આગની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ચિંતા વધી છે. હાલ ફાયર વિભાગની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.








