મારું ગુજરાત

અમદાવાદમાં સ્વાદના નામે ઝેર!: બહેરામપુરામાં ટમેટા વગર કેમિકલથી બનતું 2 ટન નકલી ‘કેચઅપ’ પકડાયું

15 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં સ્વાદના નામે ઝેર!: બહેરામપુરામાં ટમેટા વગર  કેમિકલથી બનતું 2 ટન નકલી ‘કેચઅપ’ પકડાયું

Ahmedabad Fast Food Alert: જો તમે પણ બજારમાં મળતા દાબેલી, વડાપાઉં, પિઝા કે ચાઇનીઝ જેવા ફાસ્ટફૂડ સાથે ચટાકેદાર લાલચટક કેચઅપ (ટોમેટો સોસ) આરોગવાના શોખીન છો, તો આ અહેવાલ તમને ચોંકાવી દેશે. અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા એક એસ્ટેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે લોકો જેને ટમેટાંનો સોસ સમજીને ખાતા હતા, તેમાં એક પણ ટમેટું વાપરવામાં આવતું નહોતું.

બટાટાનો માવો, સ્ટાર્ચ અને એસિડિક એસિડનું ખતરનાક કોમ્બિનેશન
AMCની હેલ્થ ટીમે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ કારખાનામાં અત્યંત હલકી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરીને સોસ તૈયાર કરવામાં આવતો હતો. કેચઅપ બનાવવા માટે ટમેટાંને બદલે બટાટાનો પલ્પ (માવો), સ્ટાર્ચ, કૃત્રિમ હાનિકારક કલર અને તીવ્ર એસિડિક એસિડનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ કેમિકલ યુક્ત મિશ્રણને લાલ રંગ આપીને તદ્દન ટમેટા સોસ જેવું જ બનાવી દેવાતું હતું. આરોગ્ય વિભાગને છેલ્લા ત્રણ મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે બાતમી મળી રહી હતી, જેના આધારે સઘન તપાસ બાદ આખરે ચોક્કસ સરનામું શોધીને દરોડો પાડવામાં આવ્યો હતો.

સ્થળ પરથી 2 ટન અખાદ્ય જથ્થો જપ્ત, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
કારખાનામાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી આશરે 2 ટન (2000 કિલોગ્રામ) જેટલો શંકાસ્પદ અને માનવ શરીર માટે અખાદ્ય એવો નકલી કેચઅપનો જથ્થો સીઝ કર્યો છે. આ સિવાય સોસ બનાવવામાં વપરાતો અન્ય કેમિકલનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ સ્થળ પરથી આ તમામ સામગ્રી અને તૈયાર સોસના સેમ્પલ કલેક્ટ કરીને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જ આ સોસમાં વપરાયેલા કેમિકલ્સ કેટલા ઝેરી છે તેની સત્તાવાર પુષ્ટિ થશે.

પકડાયા પછી વેપારીનો બચાવ: 'મોટી કંપનીઓ પણ આમ જ બનાવે છે'
લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો આ મોટો જથ્થો ઝડપાયા બાદ પણ વેપારીનો બેજવાબદાર રવૈયો જોવા મળ્યો હતો. પોતાનો બચાવ કરતા વેપારીએ દાવો કર્યો હતો કે તે FSSAI ની ગાઈડલાઈન મુજબ જ પ્રોડક્ટ તૈયાર કરે છે. એટલું જ નહીં, તેણે એવો પણ અજીબોગરીબ દાવો કર્યો હતો કે બજારમાં વેચાતી અન્ય નામાંકિત કંપનીઓ પણ સોસ બનાવવા માટે આ જ પદ્ધતિ અને એસિડિક એસિડનો ઉપયોગ કરે છે. જોકે, તંત્રએ વેપારીના આ દાવાને તદ્દન ફગાવી દીધો છે અને કડક વલણ અપનાવ્યું છે.

તંત્ર લાલઘૂમ: લેબ રિપોર્ટ બાદ ફોજદારી કાર્યવાહીની ચીમકી
અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારાઓ સામે કોઈ પણ જાતની રહેમરાહ રાખવામાં આવશે નહીં. સરકારી લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારી અને ફેક્ટરી માલિક સામે કાયદાકીય દંડાત્મક પગલાં લેવામાં આવશે. આ સાથે જ જરૂર પડ્યે ફોજદારી ગુનો દાખલ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ ઘટના બાદ શહેરમાં નીચા ભાવે સોસ સપ્લાય કરતા અન્ય નાના-મોટા એકમો પર પણ તપાસનો ધમધમાટ શરૂ થાય તેવી શક્યતા છે.

Tags:
Ahmedabad FoodPublic HealthFood InspectionFake FoodConsumer Alert
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026