મારું ગુજરાત

અમદાવાદ: ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે પરિવાર સાથે 23 લાખની છેતરપિંડી, વિઝાનું નાટક કરી પરિવારને બેંગકોક ફેરવ્યો

19 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
અમદાવાદ: ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે પરિવાર સાથે 23 લાખની છેતરપિંડી, વિઝાનું નાટક કરી પરિવારને બેંગકોક ફેરવ્યો

Ahmedabad News: અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક પરિવારને ઓસ્ટ્રેલિયા જવાની ઘેલછા ભારે પડી છે. વિઝા કન્સલ્ટન્સીના નામે ઓફિસ ખોલીને બેઠેલા ચાર ઠગોએ વર્ક પરમિટ અપાવવાના બહાને ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ પરિવારને ઓસ્ટ્રેલિયા મોકલવાને બદલે બે વખત બેંગકોક અને પતાયા મોકલી ત્યાં રઝળતા મૂકી દીધા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા ફરિયાદીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ₹23 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

ચાની કીટલી પર મુલાકાત અને મિત્રતા
ગોતાના પ્રાર્થના એલીગન્સમાં રહેતા રાજેન્દ્રકુમાર પટેલ સોલા સિવિલ હોસ્પિટલ સામે ઈલેક્ટ્રિકલ કામકાજ કરતા હતા. વર્ષ 2024માં હોસ્પિટલ સામે આવેલી એક ચાની દુકાન પર તેમની મુલાકાત વિજય દવે, અર્જુન દવે અને જય બ્રહ્મભટ્ટ સાથે થઈ હતી. વાતોવાતોમાં આ ત્રણેય શખસોએ પોતે વિઝા કન્સલ્ટન્સીના મોટા ગજાના કામકાજ કરતા હોવાનું કહી રાજેન્દ્રકુમારનો વિશ્વાસ જીત્યો હતો. રાજેન્દ્રકુમારના સગા-સંબંધીઓ ઓસ્ટ્રેલિયા હોવાથી તેમણે પણ ત્યાં સ્થાયી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો લાભ ઉઠાવવા ગઠિયાઓએ જાળ બિછાવી હતી.

એડવાન્સ પેટે 3 લાખ રોકડા ખંખેર્યા
આરોપીઓએ રાજેન્દ્રકુમારને શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી 'અસીમા ઓવરસીઝ' નામની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં આ ત્રણેય ઉપરાંત તેમની ભાગીદાર વાચીકા સલાટ પણ હાજર હતી. ચારેયે મળીને પરિવારના ત્રણ સભ્યોના ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા માટે કુલ ₹83 લાખનો ખર્ચ જણાવ્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે એવું કહ્યું હતું કે 'વિઝા આવ્યા બાદ જ પેમેન્ટ આપજો', પરંતુ ફાઈલ પ્રોસેસિંગના નામે તાત્કાલિક ₹3 લાખ રોકડા પડાવી લીધા હતા.

ભારતથી નહીં, બેંગકોકથી વિઝા થશે
એક મહિનો વીતવા છતાં કોઈ કામ ન થતા રાજેન્દ્રકુમારે પૂછપરછ કરી હતી. ત્યારે આરોપીઓએ નવો જ દાવ રમ્યો હતો. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના વિઝાની પ્રોસેસ ભારતથી નહીં થાય, પરંતુ બેંગકોક-પતાયાથી થશે, જ્યાં કંપનીના સ્પેશિયલ લોયર છે. આ બહાને તેમણે ફરિયાદી પાસેથી 2500 ડોલર અને ટિકિટના મળીને વધુ ₹4.50 લાખની માંગણી કરી હતી. ઓસ્ટ્રેલિયા જવાના સપના જોતા રાજેન્દ્રકુમારે વ્યાજે કે બચતમાંથી નાણાંની વ્યવસ્થા કરી ગઠિયાઓને સોંપી દીધા હતા.

ફરિયાદી પરિવાર 13 દિવસ બાદ સ્વખર્ચે પરત આવ્યો
આરોપી જય બ્રહ્મભટ્ટ ફરિયાદી પરિવાર સાથે બેંગકોક ગયો હતો. ત્યાં પતાયા સિટીમાં રોકાણ દરમિયાન પણ વિઝાની કોઈ પ્રોસેસ કરવામાં આવી નહોતી. 13 દિવસ સુધી માત્ર વાયદાઓ જ મળતા રહ્યા. આખરે કંટાળીને ફરિયાદી પરિવારે પોતાના ખર્ચે ભારત પરત આવવું પડ્યું હતું. બીજી તરફ, આરોપી જય બ્રહ્મભટ્ટ ત્યાં જ રોકાઈ ગયો હતો અને 'કામ પૂરું કરીને જ આવીશ' તેવી ખોટી ખાતરી આપી હતી. ભારત પરત આવ્યા બાદ પણ આરોપીઓએ વારંવાર ટિકિટો અને નકલી વિઝા બતાવી નાણાંની ઉઘરાણી ચાલુ રાખી હતી.

આનંદનગર પોલીસમાં ગુનો દાખલ
સમય જતાં રાજેન્દ્રકુમારને ખ્યાલ આવ્યો કે વિઝા કન્સલ્ટન્સીના નામે આ ટોળકીએ તેમની પાસેથી કટકે-કટકે ₹23 લાખ પડાવી લીધા છે અને કોઈ વિઝા મળવાના નથી. આરોપીઓ વિજય દવે, અર્જુન દવે, જય બ્રહ્મભટ્ટ અને વાચીકા સલાટ સામે હવે આનંદનગર પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ ઓફિસના અન્ય શિકાર બનેલા લોકોની વિગતો પણ મેળવી રહી છે.

Tags:
23 LakhFraudસાવચેતીઅમદાવાદ ક્રાઈમપરિવાર સાથે છેતરપિંડી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026