મારું ગુજરાત

અમદાવાદના નિકોલમાં નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ: 400 કિલો જથ્થો જપ્ત

23 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
અમદાવાદના નિકોલમાં નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ: 400 કિલો જથ્થો જપ્ત

Ahmedabad fake ghee racket: અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગે શહેરના નિકોલ વિસ્તારમાં નકલી ઘી બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન લગભગ 400 કિલો જેટલો ભેળસેળવાળો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેનાથી શહેરમાં વેચાતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

ગેરકાયદેસર રીતે નકલી ઘી બનાવવાનું કારખાનું
મળતી માહિતી અનુસાર, AMCના ફૂડ વિભાગને મળેલી બાતમીના આધારે નિકોલના એક મકાનમાં રેડ પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાનના પહેલા માળે ગેરકાયદેસર રીતે નકલી ઘી બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ આખી પ્રવૃત્તિ કોઈપણ પ્રકારના FSSAI લાયસન્સ કે રજિસ્ટ્રેશન વિના ચાલી રહી હતી, જે સીધો ગ્રાહકોના આરોગ્ય સાથે રમખાણ સમાન છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી તરીકે રામગોપાલ રાણારામજી કુંપાવતનું નામ સામે આવ્યું છે. તે વેજીટેબલ ફેટ અને પામોલીન તેલ મિક્ષ કરીને ડુપ્લીકેટ 'ગાયનું ઘી' તૈયાર કરતો હતો. ત્યારબાદ આ ભેળસેળવાળા ઘીને 'ગાયનું ઘી (મંગલમૂર્તિ)' નામના બ્રાન્ડ હેઠળ પેક કરીને બજારમાં વેચવામાં આવતું હતું. ગ્રાહકોને ભ્રમિત કરવા માટે પેકિંગ પર ખોટી માહિતી પણ છાપવામાં આવતી હતી, જેમાં ઉત્પાદક તરીકે 'મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ, કઠવાડા'નું નામ અને એક્સપાયર થઈ ગયેલો FSSAI લાયસન્સ નંબર દર્શાવવામાં આવતો હતો.

નકલી ઘીના નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા
રેડ દરમિયાન ફૂડ વિભાગે આશરે ₹1.60 લાખની કિંમતનો 400 કિલો જેટલો તૈયાર નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત, સ્થળ પરથી 500 કિલો જેટલા ખાલી જાર, લેબલ્સ અને ઘી બનાવવાના તેમજ પેકિંગ માટેના સાધનો-જેમ કે ગેસ, તપેલા, બાટલા અને ટબ-પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામ સામગ્રીનો ઉપયોગ ગેરકાયદેસર ઉત્પાદન માટે કરવામાં આવતો હતો. હાલમાં જપ્ત કરાયેલા નકલી ઘીના નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેની ગુણવત્તા અને તેમાં થયેલી ભેળસેળ અંગે વિગતવાર માહિતી મેળવી શકાય. આ મામલે AMC દ્વારા વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે બજારમાં ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે સાવચેતી રાખવી કેટલાં મહત્વપૂર્ણ છે. તંત્ર દ્વારા સમયાંતરે આવી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગ્રાહકો પણ સચેત રહે તે એટલું જ જરૂરી છે.

Tags:
Muralidhar Food ProductsNikol Police InvestigationVegetable Fat AdulterationFood Safety AhmedabadFake Cow Ghee Nikol
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026