મારું ગુજરાત

અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, ટુ-વ્હીલરને ટક્કર મારી 500 મીટર સુધી ઢસડ્યું!

6 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, ટુ-વ્હીલરને ટક્કર મારી 500 મીટર સુધી ઢસડ્યું!

Drink and Drive in Ahmedabad: અમદાવાદમાં દારૂના નશામાં વાહન ચલાવવાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ગુરુકુળથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગ પર એક કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ટક્કર બાદ પણ કાર રોકવાને બદલે ચાલકે ટુ-વ્હીલરને આશરે 500 મીટર સુધી ઢસડ્યું હતું. આ ઘટનામાં ખાનગી બેન્કના બ્રાન્ચ મેનેજર સામે નશામાં કાર ચલાવવાનો આક્ષેપ થયો છે. જોકે, સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

ગુરુકુળ રોડ પર નશામાં કારચાલકની જોખમી ડ્રાઇવિંગ
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગુરુકુળ રોડ પર દૂરદર્શન કેન્દ્ર નજીક રાત્રે 9 વાગ્યા બાદ આ ઘટના બની હતી. ખાનગી બેન્કના બ્રાન્ચ મેનેજર હોવાનો આક્ષેપ ધરાવતા કારચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી. આ દરમિયાન દૂરદર્શન ટાવર પાસે પાર્ક કરેલા એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ કારચાલક અટક્યો નહોતો અને ટુ-વ્હીલરને કાર સાથે આશરે 500 મીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. સદનસીબે અકસ્માત સમયે ટુ-વ્હીલર પર કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ જોખમી ઘટનાને પગલે રસ્તા પર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

કારમાંથી દારૂની બોટલ મળી આવ્યાનો આક્ષેપ
કારચાલકની જોખમી હરકત જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તેને સ્થળ પર જ ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન કારમાં ચાલકના પગ નીચેથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલકને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ડ્રિંક એન્ડ ડ્રાઈવના મામલે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નિકોલના અકસ્માતના બે દિવસમાં બીજી ઘટના
મહત્વનું છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ધૂત ચાલકના કારણે ત્રણ લોકોનાં મોત થયાની ઘટનાને હજુ બે દિવસ જ થયા છે. ત્યાં જ શહેરના વ્યસ્ત ગુરુકુળ રોડ પર ફરી એકવાર નશાની હાલતમાં કાર ચલાવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે શહેરમાં ટ્રાફિક સુરક્ષા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામેની કાર્યવાહી અંગે સવાલો ઊભા થયા છે.

Tags:
જાગૃતિ અભિયાનઅમદાવાદ ક્રાઈમડ્રાઈવિંગ સેફ્ટીગુજરાત પોલીસAhmedabad Traffic
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026