મારું ગુજરાત

હડકવા દિવસ: અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, દરરોજના 211 કેસ

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
હડકવા દિવસ: અમદાવાદમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, દરરોજના 211 કેસ

Rabies Day: અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શહેરમાં એક વર્ષ દરમિયાન શ્વાન કરડવાના 77,019 કેસ નોંધાયા છે. આ આંકડા પ્રમાણે અમદાવાદમાં દરરોજ સરેરાશ 211 લોકો ડોગ બાઈટનો ભોગ બની રહ્યા છે. ગત વર્ષે શ્વાન કરડવાના આશરે 60 હજાર કેસ નોંધાયા હતા, એટલે માત્ર એક વર્ષમાં કેસોમાં 29 ટકાનો વધારો થયો છે.

ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ છતાં કેસોમાં વધારો
અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 1.35 લાખ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે, જેના પાછળ આશરે રૂ.10 કરોડનો ખર્ચ થયો છે. તેમ છતાં શ્વાન કરડવાના બનાવોમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. ખસીકરણ પાછળ મોટો ખર્ચ થયા બાદ પણ ડોગ બાઈટના વધતા કેસો શહેર માટે ચિંતાનો વિષય બન્યા છે.

હડકવા દિવસ અને આંકડાઓ વચ્ચે મોટો તફાવત
દર વર્ષે 28 સપ્ટેમ્બરને ‘હડકવા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. ICMRની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના વર્ષ 2024ના અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે અંદાજે 5,726 લોકો હડકવાથી મૃત્યુ પામે છે. બીજી તરફ, કેન્દ્ર સરકારના સત્તાવાર અહેવાલ મુજબ 2024માં દેશમાં હડકવાથી 54 લોકોના મૃત્યુ નોંધાયા હતા. આ બંને આંકડાઓ વચ્ચેના મોટા તફાવતનું મુખ્ય કારણ હડકવાથી થતા મૃત્યુનું ‘અંડર રિપોર્ટિંગ’ હોવાનું નિષ્ણાતો જણાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ નોંધે છે કે ભારતમાં હડકવાનો વાસ્તવિક બોજ સત્તાવાર રીતે નોંધાયેલા આંકડાઓ કરતાં ઘણો વધારે હોઈ શકે છે.

અમદાવાદમાં આ વર્ષે શ્વાન કરડવાના માસિક કેસ
અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન શ્વાન કરડવાના હજારો કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 8,658, ફેબ્રુઆરીમાં 7,773, માર્ચમાં 8,186, એપ્રિલમાં 7,830, મેમાં 7,389 અને જૂનમાં 6,818 કેસ નોંધાયા હતા.

શ્વાન કે અન્ય પ્રાણી કરડે તો શું કરવું?
શ્વાન, બિલાડી, વાંદરો અથવા અન્ય કોઈ સ્તનધારી પ્રાણી કરડે કે ખંજવાળે, અથવા પ્રાણીની લાળ ઘા પર લાગે તો લક્ષણોની રાહ ન જોવી જોઈએ. આવી સ્થિતિમાં ઘાને તરત જ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોઈ લેવો જોઈએ અને તાત્કાલિક તબીબી સલાહ મેળવી રેબીઝની રસી લેવી જોઈએ.

હડકવાના શરૂઆતના લક્ષણો
હડકવાના શરૂઆતના તબક્કામાં તાવ, માથાનો દુખાવો, થાક, નબળાઈ, ગભરામણ, ચિંતા અથવા ચીડિયાપણું, ઊંઘમાં તકલીફ અને ભૂખ ઓછી થવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. ઈજા થયેલા સ્થળે દુખાવો, ખંજવાળ, બળતરા અથવા ઝણઝણાટી પણ થઈ શકે છે.

ગંભીર સ્થિતિમાં આ લક્ષણો દેખાઈ શકે
રોગ ગંભીર બનતા પાણી પીવામાં તકલીફ અથવા પાણીથી ગભરાટ, હવા લાગવાથી ગળામાં ખેંચાણ, ગળવામાં મુશ્કેલી, વધુ પડતી લાળ, અવાજ કે પ્રકાશ પ્રત્યે અસહજતા, બેચેની, ગૂંચવણ અથવા ભ્રમ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક કિસ્સામાં આક્રમકતા, અસામાન્ય વર્તન, શરીરના ભાગોમાં નબળાઈ અથવા લકવો પણ થઈ શકે છે.

અંતિમ તબક્કામાં સ્થિતિ ગંભીર બને છે
હડકવાના અંતિમ તબક્કામાં દર્દીને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ પડી શકે છે અને તે કોમામાં જઈ શકે છે. તેથી પ્રાણી કરડ્યા બાદ લક્ષણો દેખાય તેની રાહ જોવાને બદલે તાત્કાલિક ઘાની સફાઈ અને જરૂરી તબીબી સારવાર લેવી અત્યંત જરૂરી છે.

Tags:
#ViralNewsરેબીઝ મુક્ત ગુજરાતરસીકરણAMCHealth Alert
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026