મારું ગુજરાત

અમદાવાદમાં દિવાળીની રાત્રે 'આગ' નો કહેર! એક જ રાતમાં 140 ઇમરજન્સી કોલ, ચંડોળા ઝૂંપડપટ્ટીથી લઈને સિલ્વર ઓક યુનિવર્સિટી સુધી ભડકા

9 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં દિવાળીની રાત્રે 'આગ' નો કહેર! એક જ રાતમાં 140 ઇમરજન્સી કોલ, ચંડોળા ઝૂંપડપટ્ટીથી લઈને સિલ્વર ઓક યુનિવર્સિટી સુધી ભડકા

Ahmedabad fire Diwali night: દિવાળીની રાત્રે શહેરમાં ફટાકડા ફોડવાના ઉત્સાહ વચ્ચે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES) માટે ભારે દોડધામભરી સ્થિતિ સર્જાઈ હતી. સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીના માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી આગ લાગવાના 140 જેટલા ઇમરજન્સી કોલ ફાયર કંટ્રોલ રૂમમાં નોંધાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય રહીને તમામ સ્થળોએ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે સદ્દનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાન થતાં ટળ્યું હતું.

રાત્રે 10થી 1:30 વાગ્યા વચ્ચે સૌથી વધુ 70 કોલ મળ્યા
ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી મળેલી સત્તાવાર વિગતો મુજબ, 8 નવેમ્બરે બપોરે 2 વાગ્યાથી રાત્રે 2:30 વાગ્યા સુધીમાં કુલ 105 કોલ મળ્યા હતા. ફટાકડા ફોડવાનો સમય પીક પર હોય ત્યારે એટલે કે રાત્રે 10 થી 1:30 વાગ્યાના માત્ર સાડા ત્રણ કલાકના સમયગાળામાં જ 70 કોલ ફાયર કંટ્રોલ રૂમને મળ્યા હતા. આ આંકડા શહેરમાં દિવાળીની રાત્રે આગની ઘટનાઓના વ્યાપને દર્શાવે છે.

ચંડોળા ઝૂંપડપટ્ટી અને સિલ્વર ઓક યુનિવર્સિટી સહિતના સ્થળોએ આગ
શહેરના ચંડોળા તળાવ નજીકના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી, જ્યાં લાકડા અને પ્લાસ્ટિકના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. આ ઉપરાંત, ગોતા સ્થિત સિલ્વર ઓક યુનિવર્સિટીના બિલ્ડિંગમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. સિંધુભવન રોડ પર આવેલા અનોખી ગ્રીન પાર્ટી પ્લોટ, બોડકદેવ-થલતેજના ખુલ્લા પ્લોટ અને ઉજાલા સર્કલ નજીક વિનાયક હોમમાં પણ આગ લાગી હતી. DFO સ્વસ્તિક જાડેજા અને STO દેસાઈની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

રહેણાંક વિસ્તારો: બોપલ અને નિકોલમાં પણ ફાયરની સાયરનો ગુંજી
બોપલ વિસ્તારમાં રાધેશ્યામ રો હાઉસના એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બીજી તરફ પૂર્વ અમદાવાદમાં, નિકોલના અમર જવાન સર્કલ નજીક આવેલા 'ધ ગ્રાન્ડ સેરેનિટી' (The Grand Serenity) ની ઊંચી ઈમારતમાં આઠમા અને દસમા માળે ફટાકડાના તણખા જવાને કારણે બાલ્કનીમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક વોટર કેનનનો ઉપયોગ કરી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

ઘોડાસર, નવરંગપુરા, વાસણા અને બગોદરા સુધી આગના બનાવો
ઘોડાસરના નિગમ બસ સ્ટેન્ડ નજીક નીલગીરી સોસાયટીમાં ભંગારની દુકાનમાં આગ લાગતાં જશોદાનગરથી 'ગજરાજ' (મોટું ફાયર વાહન) મોકલવામાં આવ્યું હતું. નવરંગપુરામાં લોયલા સ્કૂલના ગ્રાઉન્ડના કચરામાં અને વાસણાના નારાયણનગર વિસ્તારમાં પણ આગ લાગી હતી. શહેરની હદ બહાર બગોદરા નજીક કલ્યાણગઢ ગામમાં આવેલી ફેક્ટરીમાં અને અસલાલીમાં પણ આગના કોલ મળતા ફાયર ટીમો દોડી ગઈ હતી.

DFO સ્વસ્તિક જાડેજાએ આપી કામગીરીની વિગતો
ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર (DFO) સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે, મોટાભાગની આગ ફટાકડાના તણખા ઉડીને રહેણાંક મકાનોની બાલ્કનીમાં રહેલા કચરા (જૂના પૂંઠા, લાકડા, સુકાયેલા છોડ) અથવા ખુલ્લા પ્લોટમાં પડેલા સૂકા ઘાસમાં પડવાને કારણે લાગી હતી. દિવાળી અગાઉ જ ફાયર વિભાગના તમામ સ્ટાફની રજાઓ રદ્દ કરીને અલગ-અલગ વિસ્તારોમાં 'મિનિ ફાયર ફાઇટર્સ' અને બાઈક રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેથી સાંકડી ગલીઓમાં પણ ઝડપથી પહોંચી શકાય. આ આગોતરા આયોજનના કારણે જ 140 કોલ મળવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી.

Tags:
Disaster ManagementBreaking NewsLocal News AhmedabadGujarat NewsFire Safety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026