મારું ગુજરાત

ગેસ બિલ ભરવાનું પડ્યું ભારે! સાયબર ઠગોએ દંપતીની ₹11.58 લાખની જીવનભરની બચત ઉડાવી

11 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
ગેસ બિલ ભરવાનું પડ્યું ભારે! સાયબર ઠગોએ દંપતીની ₹11.58 લાખની જીવનભરની બચત ઉડાવી

Ahmedabad Cyber Fraud: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક દંપતી સાથે ગેસ બિલ અપડેટ કરવાના નામે સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ અદાણી ગેસનું બિલ અપડેટ ન કરાવ્યું તો કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દંપતીના મોબાઈલમાં ‘ગેસ બિલ અપડેટ’ના નામે શંકાસ્પદ APK એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. માત્ર ₹10નું પેમેન્ટ કરાવવાના બહાને બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹11,58,442 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ મામલે પીડિતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

WhatsApp પર આવ્યો હતો અદાણી ગેસના નામે મેસેજ
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 49 વર્ષીય જિગર મોદી સાથે આ ઘટના બની હતી. 6 સપ્ટેમ્બરના રોજ તેમના WhatsApp નંબર પર ‘અદાણી ગેસ લિમિટેડ’ના નામે મેસેજ આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું PNG ગેસ બિલ સિસ્ટમમાં અપડેટ થયું નથી અને જો તાત્કાલિક બિલ ક્લિયર નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. મેસેજમાં આપેલા નંબર પર જિગરે સંપર્ક કર્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ રાકેશ મિશ્રા તરીકે આપી હતી અને બિલ અપડેટ કરવાના બહાને WhatsApp પર એક APK ફાઈલ મોકલી હતી. આ એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવ્યા બાદ એકાઉન્ટ વેરિફિકેશનના નામે માત્ર ₹10નું ઓનલાઇન પેમેન્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

પહેલા પતિના મોબાઈલમાં APK ઇન્સ્ટોલ કરાવી
જિગરે પેમેન્ટ કરવા માટે પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી હતી, પરંતુ વારંવાર પેમેન્ટ એરર આવી રહી હતી. આ દરમિયાન ઠગે મોબાઈલ નેટવર્કમાં ટેકનિકલ સમસ્યા હોવાનું કહીને જિગરની પત્નીનો મોબાઈલ નંબર માંગ્યો હતો. ત્યારબાદ પત્નીના મોબાઈલમાં પણ એ જ APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી પેમેન્ટ કરવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો હતો. જોકે, સતત એરર આવતાં દંપતીને શંકા ગઈ હતી અને જિગરે ફોન કાપી નાખ્યો હતો.

બંને ફોનનો રિમોટ એક્સેસ મેળવી ₹11.58 લાખ ઉપાડી લીધા
ફોન કાપી નાખ્યા બાદ દંપતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ નહોતી. પરંતુ નકલી APK ફાઈલના માધ્યમથી ઠગે બંને મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ જિગરના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ ₹11,58,442 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ખાતામાંથી રકમ ઉપડવાના મેસેજ આવ્યા ત્યારે દંપતીને સાયબર ફ્રોડનો અહેસાસ થયો હતો. ત્યારબાદ તેમણે તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:
₹11.58 લાખ#FraudAlert#GujaratCyberCrime#ઓનલાઇનફ્રોડ#ગેસબિલસ્કેમ_ગુજરાત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026