મારું ગુજરાત

'સવારના 4 કલાકનો ચોર': ક્રાઇમ બ્રાન્ચે આંતર-જિલ્લા વાહનચોરને ઝડપ્યો, 15,000માં વેચાયેલા 32 વાહનો કબજે

31 ઑક્ટોબર, 2025•
GVGujaratvandan team
'સવારના 4 કલાકનો ચોર': ક્રાઇમ બ્રાન્ચે આંતર-જિલ્લા વાહનચોરને ઝડપ્યો, 15,000માં વેચાયેલા 32 વાહનો કબજે

Ahmedabad News: અમદાવાદ સહિત ગાંધીનગર અને કલોલ જેવા આસપાસના શહેરોમાંથી ટુ-વ્હીલરની સિરિયલ ચોરી કરનાર એક અસામાન્ય આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ આરોપીની ધરપકડ બાદ પોલીસે કુલ 32 જેટલા ચોરીના વાહનો કબજે કર્યા છે અને 10થી વધુ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીની ખાસિયત એ હતી કે તે માત્ર સવારે 6 થી 10 વાગ્યાના સમયગાળામાં જ ચોરીને અંજામ આપતો હતો.

CCTV અને ટેક્નિકલ સોર્સથી પકડાયો આરોપી
શહેરના વિવિધ વિસ્તારોમાંથી સતત ટુ-વ્હીલરની ચોરીના બનાવો નોંધાતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ સોર્સની મદદથી પોલીસે શહેરના હીરાવાડી વિસ્તારમાં રબારીવાસમાં રહેતા અંબાલાલ રાવળ નામના આરોપીની ધરપકડ કરી હતી.

વિવિધ સ્થળોએથી 31 જેટલા વાહનો કબજે કર્યા
પોલીસે તેની પાસેથી સૌપ્રથમ ચોરીનું એક એક્ટિવા જપ્ત કર્યું હતું. ત્યારબાદ તેની પૂછપરછના આધારે પોલીસે વિવિધ સ્થળોએથી અન્ય 31 જેટલા વાહનો કબજે કર્યા હતા, જેનાથી 10થી વધારે વાહનચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો છે.

2014થી વાહનચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે આરોપી
ACP ભરત પટેલે આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ હિંમતનગરનો રહેવાસી અંબાલાલ રાવળ વર્ષ 2014 થી વાહનચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તે અગાઉ પણ ત્રણથી ચાર વખત ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.

ચોરી કરવાનું બંધ કરીને હિંમતનગર પાસે ખેતી શરૂ કરી
વર્ષ 2023માં ચોરીના ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે ચોરી કરવાનું બંધ કરીને હિંમતનગર પાસે ખેતી શરૂ કરી હતી. પરંતુ, તેના એક મિત્રના અવસાન બાદ તેના પુત્રએ અંબાલાલને ચોરી કરવા માટે ઉશ્કેર્યો હતો અને ચોરી કરેલા વાહનો રાખવાની તેમજ વેચવાની જવાબદારી પોતે લેશે, તેવી ખાતરી આપી હતી. આર્થિક સંકળામણના કારણે અંબાલાલે ફરીથી ગુનાખોરીની શરૂઆત કરી દીધી હતી.

ડુપ્લિકેટ ચાવી અને સવારનો સમય
આરોપી અંબાલાલ અમદાવાદ, દેહગામ, કલોલ અને ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાંથી વાહન ચોરી કરતો હતો. તેની ખાસ કાર્યપ્રણાલી હતી. તે માત્ર સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળામાં જ ચોરીને અંજામ આપતો હતો. તે Activa 5G અને 6G સિવાયના તમામ ટુ-વ્હીલરને ડુપ્લિકેટ ચાવીથી ખોલીને ચોરી કરતો હતો.

ગ્રાહકોને ₹15,000 સુધીમાં વાહનો વેચતો
તે ચોરી કરેલા વાહનોને ગામડાના એવા લોકોને વેચી દેતો હતો, જેમને વાહનોની વધારે જરૂરિયાત હોય. તે ગ્રાહકોને ₹15,000 સુધીમાં વાહનો વેચતો અને RC બુક પછીથી આપી દેવાની લાલચ આપતો હતો. પોલીસે હાલ આરોપીને જે તે પોલીસ સ્ટેશનમાં સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયા છે.

Tags:
Inter-District ThiefVehicle TheftAhmedabad Crime BranchGujarat NewsCrime News (Gujarati)
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026