મારું ગુજરાત

કિશોર લગંડાના પૌત્રનો કારનામો! રોંગ સાઈડમાં વૈભવી કાર દોડાવી અકસ્માત, બાદમાં મારામારી

3 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કિશોર લગંડાના પૌત્રનો કારનામો! રોંગ સાઈડમાં વૈભવી કાર દોડાવી અકસ્માત, બાદમાં મારામારી

Ahmedabad Crime News: અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લગંડાનો પૌત્ર આદિત્ય રાઠોડ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આદિત્યે સીજી રોડ પર ગીરીશ કોલ્ડ ડ્રિંક ચાર રસ્તા નજીક વૈભવી કાર (Luxury Car) રોંગ સાઈડમાં પુરઝડપે દોડાવી સ્ટંટ કર્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ કારચાલકને ઠપકો આપનાર વ્યક્તિ સાથે મારામારી પણ કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી કાર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોંગ સાઈડમાં કાર દોડાવી સ્ટંટ કર્યો
મળતી માહિતી મુજબ, બુધવારે બપોરના સમયે આદિત્ય રાઠોડ વૈભવી કાર(Luxury Car) લઈને નવરંગપુરા વિસ્તારમાં ગીરીશ કોલ્ડ ડ્રિંક ચાર રસ્તા નજીક પહોંચ્યો હતો. અહીં તેણે કાર રોંગ સાઈડમાં પુરઝડપે દોડાવી સ્ટંટ કર્યો હતો. આ દરમિયાન રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિએ તેને કાર ધીમે ચલાવવા અને નિયમોનું પાલન કરવા માટે ઠપકો આપ્યો હતો.

અકસ્માત બાદ ઠપકો આપનાર સાથે મારામારી
ઠપકો મળતાં આદિત્ય રાઠોડે ઉશ્કેરાઈને સંબંધિત વ્યક્તિ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારચાલક યુવકની ઓળખ આદિત્ય રાઠોડ તરીકે થઈ હતી. પોલીસે અકસ્માત અને મારામારીના મામલે તેની સામે ગુનો નોંધી વૈભવી કાર(Luxury Car) જપ્ત કરી છે.

GLS કેમ્પસમાં પણ મારામારીનો વિવાદ
આદિત્ય રાઠોડ અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. અગાઉ જીએલએસ કેમ્પસમાં એક યુવક સાથે મારામારીના મામલે તેનું નામ સામે આવ્યું હતું. આ ઉપરાંત ગંભીર ગુના અને હથિયાર સાથે રીલ્સ બનાવવાના મામલે પણ તે ચર્ચામાં આવ્યો હતો.

હથિયાર સાથે રાજકોટમાં ઝડપાયો હતો
પોલીસે હાલ જે વૈભવી કાર જપ્ત કરી છે, તે જ કારમાં આદિત્ય રાઠોડ અગાઉ હથિયાર સાથે રાજકોટમાં ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત કિશોર લગંડા અને તેના પુત્ર અજીતસિંહ વિરુદ્ધ પણ અગાઉ અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે. હાલ નવરંગપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી આગળ વધારી છે.

Tags:
નવરંગપુરા પોલીસસીજી રોડ અકસ્માતકિશોર લગંડાઅમદાવાદ ક્રાઈમ ન્યૂઝગુજરાતવંદન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026