મારું ગુજરાત

અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર! સિવિલ અને સોલા સિવિલમાં દર્દીઓના કેસોમાં ભારે વધારો

30 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર! સિવિલ અને સોલા સિવિલમાં દર્દીઓના કેસોમાં ભારે વધારો

Ahmedabad Dengue Cases: ગુજરાતમાં બદલાતી ઋતુ વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય અને વાયરલ બીમારીઓના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની બે મુખ્ય સરકારી હોસ્પિટલો, અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં છેલ્લા બે મહિનાથી સતત વધારો થતાં આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. તાજેતરના AMC આંકડા મુજબ સપ્ટેમ્બરમાં શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને બાળકોમાં પણ સંક્રમણનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે.

અસારવા સિવિલમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસ ત્રણ ગણા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઓગસ્ટ મહિનામાં હોસ્પિટલમાં ડેન્ગ્યુના 94 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો વધીને 315 પર પહોંચ્યો છે. એટલે કે એક જ મહિનામાં ડેન્ગ્યુના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિવિલ હોસ્પિટલની OPDમાં 29 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચ્યા છે, જ્યારે 2,400થી વધુ ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાવ, શરીરમાં અશક્તિ અથવા નબળાઈ અને દવા લીધા બાદ પણ તાવ ન ઉતરવો જેવા લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવાની અપીલ કરવામાં આવી છે.

સોલા સિવિલમાં એક સપ્તાહમાં 15,986 દર્દીઓ
બદલાતા હવામાનની અસર સોલા સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે. હોસ્પિટલના ARMOના જણાવ્યા મુજબ, માત્ર એક સપ્તાહમાં OPDમાં 15,986 દર્દીઓ નોંધાયા છે. સામાન્ય તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. સોલા સિવિલમાં ડેન્ગ્યુના 169 અને મેલેરિયાના 13 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડના 4, સ્વાઈન ફ્લૂના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ પણ સામે આવ્યો છે.

બાળકોમાં પણ ઋતુજન્ય બીમારીઓનો વધતો કહેર
બદલાતા હવામાનને કારણે બાળકોમાં પણ ઋતુજન્ય બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. સોલા સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં દરરોજ આશરે 100થી 150 બાળકો સારવાર માટે આવી રહ્યાં છે. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં બાળકોનો હિસ્સો પણ નોંધપાત્ર છે. 1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન AMCને નોંધાયેલા 496 ડેન્ગ્યુ કેસમાંથી 183 કેસ 0થી 14 વર્ષની ઉંમરના બાળકોમાં નોંધાયા હતા. આ કુલ કેસોના આશરે 37 ટકા છે.

મચ્છરોના ઉપદ્રવને રોકવા તંત્રની કામગીરી
વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતાં મચ્છરોના બ્રિડિંગ માટે અનુકૂળ સ્થિતિ ઊભી થઈ રહી છે. AMC દ્વારા મચ્છરના બ્રિડિંગ સ્થળોની તપાસ, દવાનો છંટકાવ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરની તપાસ દરમિયાન અનેક સ્થળોએ મચ્છરના લાર્વા મળી આવ્યા બાદ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બંને સરકારી હોસ્પિટલોના તબીબો દ્વારા નાગરિકોને ઘરની અંદર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, મચ્છરદાની અથવા મચ્છરથી બચવાના ઉપાયોનો ઉપયોગ કરવા અને તાવ સહિતના લક્ષણો જણાય તો સમયસર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

Tags:
#MosquitoDiseases#GujaratNewsLive#DengueAwareness#સોલાસિવિલ#અમદાવાદસિવિલ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026