મારું ગુજરાત

અમદાવાદમાં હૃદયદ્રાવક અકસ્માત, પિતાની નજર સામે ટ્રક નીચે કચડાઈ માસૂમ દીકરીનું મોત

26 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં હૃદયદ્રાવક અકસ્માત, પિતાની નજર સામે ટ્રક નીચે કચડાઈ માસૂમ દીકરીનું મોત

Ahmedabad Fatal Road Accident: અમદાવાદના ચાંદલોડિયામાં વેકેશન બાદ શાળાએ જવા નીકળેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે. પિતા પોતાની દીકરીને મોટરસાઇકલ પર શાળાએ મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે ચાંદલોડિયા ગરનાળા પાસે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પિતા-પુત્રી રોડ પર ફંગોળાઈને પડ્યાં હતાં. આ દરમિયાન બાળકી ટ્રકનાં ટાયર નીચે આવી જતાં પિતાની નજર સામે જ તેનું મોત થયું હતું.

બાળકી શાળાએ જતી હતી ત્યારે ટ્રકે બાઇકને મારી ટક્કર
મળતી માહિતી પ્રમાણે, ચાંદલોડિયા ગરનાળા પાસે ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક પિતા પોતાની પાંચ વર્ષની દીકરીને મોટરસાઇકલ પર શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર પિતા અને પુત્રી બંને ફંગોળાઈને રસ્તા પર પટકાયાં હતાં.

ટ્રકનાં ટાયર નીચે આવી જતાં માસૂમનું ઘટનાસ્થળે જ મોત
અકસ્મતમાં મોટરસાઇકલ ચલાવી રહેલા પિતાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે, રસ્તા પર પટકાયેલી પાંચ વર્ષની બાળકી ટ્રકનાં ટાયર નીચે આવી ગઈ હતી. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વેકેશન બાદ શાળાએ જવા નીકળેલી દીકરીનું પિતાની નજર સામે જ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

SG-1 ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી
આ કરુણ અકસ્માતની જાણ થતાં SG-1 ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ટ્રકચાલકની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે.

બેફામ ટ્રકોની અવરજવર સામે કડક પગલાં લેવાની માગ
અમદાવાદ શહેરમાં ભારે વાહનોની અવરજવર અને માર્ગ અકસ્માતોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બેફામ દોડતા ટ્રકોને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ચાંદલોડિયાની આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોની ગતિ અને ટ્રાફિક નિયમોના અમલ સામે સવાલો ઊભા કર્યા છે. આવા અકસ્માતો અટકાવવા ટ્રાફિક વિભાગ દ્વારા અસરકારક અને કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.

Tags:
GujaratVandanGujarat Road AccidentSG 1 Traffic PoliceAhmedabad Road AccidentFive Year Old Girl Death
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026