મારું ગુજરાત

અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે મેગા ડ્રાઇવ, 161 લોકો રેસ્ક્યુ, 24 શખ્સો સામે કાયદેસર કાર્યવાહી

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ સામે મેગા ડ્રાઇવ, 161 લોકો રેસ્ક્યુ, 24 શખ્સો સામે કાયદેસર કાર્યવાહી

Ahmedabad antibegging drive: અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના આયોજનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD વિભાગ, પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ‘એન્ટી બેગિંગ ડ્રાઇવ’ હાથ ધરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બરે શહેરના તમામ ઝોનમાં ચાલેલી આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક સિગ્નલ અને ભિક્ષાવૃત્તિના હોટસ્પોટ્સ પર સઘન ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન 72 બાળકો અને 89 વયસ્કો સહિત કુલ 161 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ભિક્ષુકગૃહમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ
રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને તંત્ર દ્વારા નિર્ધારિત સ્થળે લઈ જઈ પ્રાથમિક મેડિકલ ચેક-અપ કરાવવામાં આવ્યું હતું. આ પૈકી 17 પુરુષોને ઘીકાંટા ખાતેની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને નિયમ મુજબ તેમને ભિક્ષુકગૃહમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. બીજી તરફ, રેસ્ક્યુ કરાયેલા બાળકોને તેમના કલ્યાણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના 62 બાળકોને તેમના માતા-પિતા અથવા વાલીઓને કડક ચેતવણી સાથે સોંપવામાં આવ્યા હતા.

બળજબરી કરાવનારા લોકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા
તંત્રની કાર્યવાહી દરમિયાન બાળકોને સાથે રાખીને ટ્રાફિક વચ્ચે ભીખ મંગાવનારા, બાળકો પાસે મજૂરી અથવા જોખમી ખેલ કરાવનારા તેમજ વાહનોના કાચ સાફ કરવા માટે બળજબરી કરાવનારા લોકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આવા કુલ 24 શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તેમની સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને 76 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 111 અને 117 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે.

બાળકોને ભિક્ષાવૃત્તિ અને શોષણથી બચાવવાનો
AMC અને પોલીસ સહિતના વિભાગોની આ સંયુક્ત ઝુંબેશનો મુખ્ય હેતુ માત્ર રસ્તાઓ પરથી ભિક્ષુકોને દૂર કરવાનો નહીં, પરંતુ બાળકોને ભિક્ષાવૃત્તિ અને શોષણથી બચાવવાનો પણ છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર બાળકોને ભીખ મંગાવવાના કિસ્સાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના પ્રયાસો અંતર્ગત આગામી દિવસોમાં પણ આવી સંયુક્ત ડ્રાઇવ વધુ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનકાયદેસર કાર્યવાહીરેસ્ક્યુ ઓપરેશનભિખારી મુક્ત
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026