મારું ગુજરાત

અમદાવાદીઓને સવારની કડક ચા મોંઘી પડશે! ખાંડ મોંઘી થતાં ચાની ચૂસ્કી પણ મોંઘી,અડધી ચા હવે ₹15માં

24 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
અમદાવાદીઓને સવારની કડક ચા મોંઘી પડશે! ખાંડ મોંઘી થતાં ચાની ચૂસ્કી પણ મોંઘી,અડધી ચા હવે ₹15માં

Ahmedabad Sugar Prices: મોંઘવારીનો માર હવે સામાન્ય લોકોની રોજિંદી ચાની ચૂસ્કી સુધી પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં ખાંડના ભાવમાં થયેલા ઉછાળા બાદ ચા અને કોફીના ભાવમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડના ભાવમાં ઝડપી વધારો થતાં ચાની કિટલીઓ ચલાવતા વેપારીઓ માટે પણ ભાવ વધારવો જરૂરી બન્યો છે. હવે રોજ ચા પીતા ગ્રાહકોના બજેટ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

10 દિવસમાં ખાંડ ₹45થી વધીને ₹70ને પાર
સ્થાનિક હોલસેલ અને રિટેલ બજારમાં ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો નોંધાયો છે. આશરે 10 દિવસ પહેલાં જે ખાંડ ₹45 પ્રતિ કિલો આસપાસ મળતી હતી, તેનો ભાવ હવે ₹70ને પાર પહોંચી ગયો છે. ખાંડના ભાવમાં થયેલા આ ઉછાળાથી ચા-કોફી બનાવવાનો ખર્ચ વધ્યો છે. તેની અસર હવે શહેરની ચાની કિટલીઓ અને નાની હોટલો પર જોવા મળી રહી છે.

અડધી કટીંગ ચા હવે ₹15માં
ખાંડ મોંઘી થતાં અમદાવાદમાં ચા-કોફીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹10માં મળતી અડધી કટીંગ ચા હવે ₹15માં મળશે. જ્યારે ₹15ની અડધી કોફીનો ભાવ વધારીને ₹20 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલીક ચાની કિટલીઓ પર ₹10નું ચા પાર્સલ બંધ કરીને હવે ઓછામાં ઓછું ₹15થી ₹20નું પાર્સલ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ખાંડ સાથે દૂધ અને ગેસના ખર્ચનો પણ બોજ
ચા બનાવવામાં માત્ર ખાંડ જ નહીં, પરંતુ દૂધ, ગેસ અને અન્ય સામગ્રીનો પણ ઉપયોગ થાય છે. દૂધ અને ગેસના ભાવ પહેલેથી જ ઊંચા હોવાથી હવે ખાંડના ભાવમાં થયેલા વધારાએ ચાની કિટલીના સંચાલકોનો ખર્ચ વધુ વધારી દીધો છે. વેપારીઓનું કહેવું છે, કે ખર્ચમાં સતત વધારો થતો હોવાથી જૂના ભાવે ચા-કોફી વેચવી મુશ્કેલ બની રહી છે.

શ્રમિકો અને મધ્યમ વર્ગના ખિસ્સા પર અસર
ચા સામાન્ય રીતે રોજિંદા જીવનનો નાનો પરંતુ મહત્વનો ખર્ચ માનવામાં આવે છે. રોજ કમાઈને જીવન ચલાવતા શ્રમિકોથી લઈને મધ્યમ વર્ગના લોકો સુધી મોટી સંખ્યામાં લોકો દિવસ દરમિયાન એકથી વધુ વખત ચા પીતા હોય છે. હવે ચાના એક કપના ભાવમાં ₹5નો વધારો થતાં રોજિંદી ચાની ચૂસ્કીનો ખર્ચ પણ વધશે. આમ, રસોડાથી શરૂ થયેલી મોંઘવારી હવે ચાની કિટલીઓ સુધી પહોંચી ગઈ છે અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે.

Tags:
સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજઅમદાવાદ મોંઘવારી સમાચારખાંડ મોંઘી થતાં ચા મોંઘીઅમદાવાદ ચાના ભાવમાં વધારોઅડધી કટિંગ ચા ₹15
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026