મારું ગુજરાત

અમદાવાદમાં પાનના ગલ્લાવાળાઓ માટે કડક આદેશ! પ્લાસ્ટિક મળ્યું તો ભરવો પડશે મોટો દંડ

15 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં પાનના ગલ્લાવાળાઓ માટે કડક આદેશ! પ્લાસ્ટિક મળ્યું તો ભરવો પડશે મોટો દંડ

Ahmedabad Plastic Ban: અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના વધતા વપરાશ સામે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. AMC કમિશનરે અધિકારીઓની સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં પાનના ગલ્લાઓની સઘન તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા અને નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવા સૂચના આપી છે. આ ઉપરાંત આડેધડ પાર્કિંગ, ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદે ઔદ્યોગિક જોડાણો અને જાહેર શૌચાલયોની સફાઈ સહિતના મુદ્દાઓ પર પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.

પાનના ગલ્લાઓ પર થશે સઘન તપાસ
શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો હોવા અંગે કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને પાનના ગલ્લાઓની તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા અને નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે, અગાઉ પણ આવી સૂચનાઓ બાદ થોડા સમય માટે કાર્યવાહી થતી જોવા મળે છે, પરંતુ ત્યારબાદ સ્થિતિ ફરી યથાવત્ થઈ જતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આડેધડ પાર્કિંગ કરનારાઓને ભારે દંડની સૂચના
અમદાવાદમાં રસ્તાઓ પર આડેધડ વાહનો પાર્ક કરવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને કમિશનરે નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે ભારે દંડ ફટકારવાની સૂચના આપી છે. સીજી રોડ સહિતના વિસ્તારોમાં પાર્કિંગની જગ્યાઓ દર્શાવવા માટે પીળા રંગના પટ્ટા લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે. અગાઉ સ્થાયી સમિતિ દ્વારા આવા સ્થળોએ પાર્કિંગ સંબંધિત બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં શહેરમાં પાર્કિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાનો મુદ્દો ફરી સામે આવ્યો છે.

ગેરકાયદે ઔદ્યોગિક ડ્રેનેજ જોડાણો તાત્કાલિક દૂર કરવા આદેશ
ડ્રેનેજ લાઇનમાં કરવામાં આવેલા ગેરકાયદે ઔદ્યોગિક જોડાણો દૂર કરવા માટે તમામ ઝોનલ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવા જોડાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં નહીં આવે, તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે.

AMCની 311 એપમાં કર્મચારીઓની હાજરી ફરજિયાત
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ, હેલ્થ સહિતના વિવિધ વિભાગોમાં આરડબલ્યુએ સંસ્થાના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. હવે આ કર્મચારીઓની હાજરી ફરજિયાતપણે AMCની 311 એપ્લિકેશનમાં નોંધવાની રહેશે. આ ઉપરાંત હાજરીનો દૈનિક રિપોર્ટ રજૂ કરવા પણ કમિશનરે તાકીદ કરી છે.

શાક માર્કેટમાં ન બેસતા ફેરિયાઓ બ્લેકલિસ્ટ થશે
અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે શાકભાજી માર્કેટ બનાવવામાં આવી હોવા છતાં કેટલીક જગ્યાએ માર્કેટનાં થડાં ખાલી રહે છે, જ્યારે ફેરિયાઓ રસ્તા પર લારી-પાથરણાં લગાવીને વેપાર કરે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે ઝોનવાર આવા ફેરિયાઓની યાદી તૈયાર કરીને તેમને ભવિષ્યમાં પણ થડાં ફાળવવામાં ન આવે તે માટે બ્લેકલિસ્ટ કરવાની સૂચના આપી છે. સાથે જ શાકભાજી માર્કેટમાં ખાલી પડેલા થડાં ફળના વેપારીઓને ફાળવવા માટે પણ જણાવ્યું છે.

‘હું પોતે જાહેર શૌચાલયનો ઉપયોગ કરીને તપાસ કરીશ’
શહેરનાં જાહેર શૌચાલયોની સફાઈ અંગે ભાર મૂકતાં કમિશનરે જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતાનો અંદાજ જાહેર શૌચાલયોની સ્થિતિ પરથી આવે છે. તેમણે કહ્યું કે દરરોજ સવારે રાઉન્ડ દરમિયાન તેઓ પોતે પણ જાહેર શૌચાલયનો ઉપયોગ કરીને સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આ સૂચનાઓ દ્વારા AMC કમિશનરે પ્લાસ્ટિકના વપરાશ, પાર્કિંગ, ગેરકાયદે ડ્રેનેજ જોડાણો, કર્મચારીઓની હાજરી, ફેરિયાઓના વ્યવસ્થાપન અને જાહેર શૌચાલયોની સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર અધિકારીઓને જવાબદારીપૂર્વક કામગીરી કરવા તાકીદ કરી છે.

Tags:
Penalty RulesAMC 311Government OrderUrgent UpdatePlastic Free
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026