મારું ગુજરાત

અમદાવાદમાં નકલી ઘીના કારોબાર પર AMCની તવાઈ, માધુપુરાના પાંચેય સેમ્પલ ફેઇલ

28 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં નકલી ઘીના કારોબાર પર AMCની તવાઈ, માધુપુરાના પાંચેય સેમ્પલ ફેઇલ

Ahmedabad AMC action: અમદાવાદ શહેરમાં નકલી અને હલકી ગુણવત્તાવાળા ઘીના વેપાર સામે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. મનપાના અધિકારીઓએ માધુપુરા માર્કેટમાં આવેલી H. P. FOODS નામની દુકાનમાંથી વિવિધ બ્રાન્ડના ઘીના સેમ્પલ લીધા હતા. ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા કુલ પાંચેય સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં વેપારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ શહેરમાં હલકી ગુણવત્તાવાળું ઘી વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

માધુપુરા માર્કેટમાંથી લીધેલા પાંચેય સેમ્પલ ફેઇલ
મળતી માહિતી મુજબ, અમદાવાદ મનપાના હેલ્થ વિભાગે માધુપુરા માર્કેટમાં H. P. FOODSમાંથી વિવિધ કંપનીઓની ઘીની બ્રાન્ડના નમૂના લીધા હતા. તમામ સેમ્પલને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ બાદ પાંચેય નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. વેપારી અલગ-અલગ બ્રાન્ડનું ઘી વેચતો હોવાનું પણ મનપાની તપાસમાં સામે આવ્યું છે.

અન્ય એકમો પર પણ તપાસ અને દરોડા
પાંચેય સેમ્પલ ફેઇલ થયા બાદ મનપાના હેલ્થ વિભાગે કાર્યવાહીનો વ્યાપ વધાર્યો છે. શહેરના અન્ય એકમોમાં પણ તપાસ હાથ ધરી ઘીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. હેલ્થ વિભાગની કાર્યવાહી દરમિયાન કેટલાક અન્ય નમૂનાઓ પણ હલકી ગુણવત્તાવાળા હોવાનું સામે આવ્યું હોવાની માહિતી છે.

વેપારીઓનો દાવો, અમે ઉત્પાદક નહીં વેચાણકર્તા
બીજી તરફ, વેપારીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી રહી છે કે તેઓ ઘીનું ઉત્પાદન કરતા નથી, પરંતુ માત્ર તેનું વેચાણ કરે છે. વેપારીઓનું કહેવું છે કે જો કોઈ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાવાળું અથવા નકલી ઘી તૈયાર કરવામાં આવતું હોય તો કાર્યવાહી ઉત્પાદન કરતી ફેક્ટરી સામે થવી જોઈએ. આ સ્થિતિમાં મનપા હવે માત્ર વેચાણ સ્થળો જ નહીં પરંતુ સંબંધિત ઉત્પાદન એકમો સુધી પણ તપાસનો વ્યાપ વધારી રહી છે.

ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી થશે
મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, જે બ્રાન્ડના ઘીના સેમ્પલ હલકી અથવા નબળી ગુણવત્તાના જણાયા છે, તે ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાની ટીમો દ્વારા સંબંધિત એકમોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નિયમો મુજબ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ સેમ્પલિંગ તથા તપાસ ચાલુ રહેવાની શક્યતા છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#DairyProducts#GheeFraud#ચોંકાવનારોખુલાસો
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026