મારું ગુજરાત

અમદાવાદમાં રોડ વચ્ચે કારો ગોઠવી બર્થડે ઉજવ્યો: પોલીસ આવતા કેક ફેંકી યુવકો ફરાર, ભાજપ નેતાની કાર હોવાની ચર્ચા

5 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમદાવાદમાં રોડ વચ્ચે કારો ગોઠવી બર્થડે ઉજવ્યો: પોલીસ આવતા કેક ફેંકી યુવકો ફરાર, ભાજપ નેતાની કાર હોવાની ચર્ચા

Ahmedabad Naroda Road Birthday Party News: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ વ્યસ્ત 108 રોડ પર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર કે મિત્રો સાથે ઘરમાં કે હોટેલમાં બર્થડે ઉજવતા હોય છે, પરંતુ આજકાલ કેટલાક યુવકોમાં જાહેરમાં રોડ પર ગાડીઓ ઊભી રાખીને ધમાલ મચાવવાનો ક્રેઝ વધતો જાય છે. આ જ પ્રકારની બેજવાબદારી ભરેલી ઘટના નરોડામાં સામે આવી છે, જ્યાં યુવકોએ કાયદા અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને રોડ વચ્ચે ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

રોડ પર છ કાર લાઈનમાં ગોઠવી કાપી કેક, પોલીસ આવતા જ મચી ભાગદોડ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નરોડાના 108 રોડ પર બેફામ બનેલા યુવકોએ એક પછી એક અંદાજે છ જેટલી લક્ઝરીયસ કારો રોડની સાઈડમાં આડેધડ પાર્ક કરી દીધી હતી. આ કારોની વચ્ચે ઊભા રહીને જાહેરમાં કેક કાપવામાં આવી હતી. આ અસુરક્ષિત અને બેફામ ઉજવણીના કારણે ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર અડચણ ઊભી થવાની સાથે ગંદકી પણ ફેલાઈ હતી. જોકે, આ રંગઝમી વચ્ચે અચાનક જ પોલીસ પેટ્રોલિંગની ગાડી આવી પહોંચતા જ ઉજવણી કરી રહેલા યુવકોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસના ડેટથી ડરીને યુવકો કેક રોડ પર જ ફેંકીને ગાડીઓ લઈને ફરાર થઈ ગયા હતા.

ભાજપના નેતાની કાર હોવાની ચર્ચા અને રાજકીય દબાણની આશંકા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચર્ચા એવી પણ છે કે આ સેલિબ્રેશનમાં ઉપયોગમાં લેવાયેલી ગાડીઓ પૈકી એક કાર સરદારનગર વિસ્તારના ભાજપના એક સ્થાનિક આગેવાન અથવા નેતાની છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એવા પણ દાવા થઈ રહ્યા છે કે આ મામલે પોલીસ કોઈ કડક કાર્યવાહી ન કરે અને કેસ દબાઈ જાય તે માટે સ્થાનિક સ્તરે રાજકીય દબાણ લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જો કે, અત્યાર સુધી ન તો પોલીસ દ્વારા કે ન તો કોઈ રાજકીય પક્ષ દ્વારા આ કારની માલિકી કે નેતા સંડોવણી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

નરોડા પોલીસ દ્વારા વાહનોના નંબરના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ
જાહેર માર્ગો પર આ પ્રકારે ટ્રાફિકને અડચણરૂપ બનવું, કાયદાનું ઉલ્લંઘન કરવું અને જાહેરમાં અરાજકતા ફેલાવવી એ ગંભીર ગુનો છે. આ સમગ્ર મામલો સામે આવતા જ નરોડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને આધાર બનાવીને તેમાં નજરે પડતા વાહનોના નંબર ટ્રેક કરવાનું શરૂ કર્યું છે. કાર માલિકોની ઓળખ મેળવીને તેમની સામે જાહેર રસ્તા પર અડચણ ઊભી કરવા, ટ્રાફિક નિયમોના ભંગ કરવા અને શાંતિભંગ કરવા બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ લાલ આંખથી સોશિયલ મીડિયા સ્ટંટબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags:
#Ahmedabad #BirthdayParty #ViralVideoGujarat NewsPolice ActionBirthday PartyNaroda Road
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026