મારું ગુજરાત

ગુજરાત હાઇકોર્ટનો હુકમ સુપ્રીમ કોર્ટે ઉથલાવ્યો: અદાણી જૂથને મળી ઐતિહાસિક રાહત

30 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ગુજરાત હાઇકોર્ટનો હુકમ સુપ્રીમ કોર્ટે ઉથલાવ્યો: અદાણી જૂથને મળી ઐતિહાસિક રાહત

Adani sez gets major relief: કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામની ગૌચરની જમીનને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં અદાણી જૂથને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી અને નિર્ણાયક રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પાસેથી 108 હેક્ટર ગૌચરની જમીન પરત લેવાનો લેવાયેલો વિવાદાસ્પદ નિર્ણય અને તે અંગેનો ગુજરાત હાઇકોર્ટનો હુકમ, બંનેને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠરાવ્યા છે. આ ચુકાદા સાથે જ અદાણી જૂથના હિતમાં મામલો પૂર્ણ થયો હોવાનું સ્પષ્ટ બન્યું છે.

સુપ્રીમ કોર્ટનો અગત્યનો ચુકાદો
અદાણી જૂથ દ્વારા ગુજરાત સરકારના નિર્ણય અને હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન (SLP) દાખલ કરવામાં આવી હતી. કેસની આખરી સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં રાજ્ય સરકારનો 4 જુલાઈ 2024નો નિર્ણય અને તેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટનો 5 જુલાઈ 2024નો હુકમ બંને રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે હવે ગૌચર જમીન અંગેના તમામ હક્કો અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ પાસે યથાવત રહેશે. અગાઉ 10 જુલાઈ 2024ના રોજ જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે ગુજરાત સરકારના જમીન પરત લેવાના નિર્ણય સામે મનાઈ હુકમ (સ્ટે) આપ્યો હતો. ત્યારબાદ તમામ પક્ષકારોની વિસ્તૃત દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપતાં અદાણી જૂથને સ્પષ્ટ રાહત આપી છે.

જમીન ફાળવણીનો ઇતિહાસ
કેસની પૃષ્ઠભૂમિ મુજબ, રાજ્ય સરકારે 15 જુલાઈ 2005ના રોજ કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામે આવેલી આશરે 9,34,829 ચોરસ મીટર (લગભગ 108 હેક્ટર) ગૌચરની જમીન અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ)ના વિકાસ માટે ફાળવી હતી. આ ફાળવણી સરકાર દ્વારા નક્કી કરાયેલા તમામ નિયમો અને અવેજની ચુકવણી બાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ જમીનને સેઝ તરીકે અધિકૃત રીતે સૂચિત પણ કરવામાં આવી હતી.

જાહેરહિત અરજી અને વિવાદની શરૂઆત
જોકે, વર્ષ 2011માં આ જમીન ફાળવણીને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિત અરજી (PIL) દ્વારા પડકારવામાં આવી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૌચરની કિંમતી જમીન ખાનગી કંપનીને ફાળવવી જાહેર હિતના વિરુદ્ધ છે અને તે પરત લેવાયવી જોઈએ. આ અરજીના અનુસંધાનમાં લાંબા સમય સુધી કેસ ચાલ્યો અને હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ભૂમિકા અંગે ગંભીર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારનો નિર્ણય અને હાઇકોર્ટનો હુકમ
હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે 4 જુલાઈ 2024ના રોજ અચાનક નિર્ણય લઈ નવીનાળ ગામની અદાણી કંપનીને ફાળવાયેલી 108 હેક્ટર ગૌચરની જમીન પરત લેવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય અંગેનું સોગંદનામું પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેના આધારે હાઇકોર્ટે 5 જુલાઈ 2024ના રોજ રાજ્ય સરકારને જમીન પરત લેવાની કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

અદાણી જૂથની દલીલ
આ નિર્ણયથી નારાજ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કંપની તરફથી દલીલ કરવામાં આવી હતી કે, લગભગ બે દાયકા અગાઉ કાયદેસર રીતે ફાળવાયેલી જમીન કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના પરત લેવાનો રાજ્ય સરકારનો નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરે છે. અદાણી જૂથનું કહેવું હતું કે તેમને સાંભળ્યા વિના લેવાયેલો આ નિર્ણય ગેરકાયદેસર, મનસ્વી અને રદ થવા યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય
સુપ્રીમ કોર્ટે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ, ગુજરાત સરકાર અને અન્ય તમામ પક્ષકારોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ નિષ્કર્ષ આપ્યો કે રાજ્ય સરકારનો નિર્ણય પ્રક્રિયાત્મક રીતે ખામીયુક્ત છે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ છે. પરિણામે, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો જમીન પરત લેવાનો નિર્ણય તેમજ ગુજરાત હાઇકોર્ટનો તે અંગેનો હુકમ રદબાતલ ઠરાવ્યો છે. આ ચુકાદા સાથે જ નવીનાળ ગામની ગૌચરની જમીન અંગેનો લાંબાગાળાનો વિવાદ અદાણી જૂથના હિતમાં પૂર્ણ થયો છે અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને મોટી કાનૂની રાહત મળી હોવાનું માનવામાં આવે છે.

Tags:
Major Verdictમોટો ચુકાદોPolitical Impactરાજકીય અસરEconomic News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026