મારું ગુજરાત

ગરબામાં સાઉન્ડ સિસ્ટમના વિવાદે લીધું લોહિયાળ સ્વરૂપ: માણસાના વરસોડામાં ખેડૂત પર 3 રાઉન્ડ ગોળીબાર

21 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
ગરબામાં સાઉન્ડ સિસ્ટમના વિવાદે લીધું લોહિયાળ સ્વરૂપ: માણસાના વરસોડામાં ખેડૂત પર 3 રાઉન્ડ ગોળીબાર

Mansa Varsoda Village Farmer Shot: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા વરસોડા ગામમાં નવરાત્રિના તહેવાર દરમિયાન થયેલી એક ક્ષુલ્લક બાબતે મોટું અને લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. વરસોડા ગામમાં અંબાજી માતાના મંદિર પાસે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય અરવિંદસિંહ હિંમતસિંહ ચાવડા પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. ગત 18 ઓક્ટોબરના રોજ ગામમાં યોજાયેલા ગરબા મહોત્સવ દરમિયાન અરવિંદસિંહના ભત્રીજા વિપુલસિંહે સાઉન્ડ સિસ્ટમ લગાવી હતી. આ સમયે ગામના જ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા, જયદિપસિંહ રમણસિંહ ચાવડા, આદિરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને રાહુલસિંહ જીવણસિંહ ચાવડા ત્યાં આવ્યા હતા અને સાઉન્ડ વગાડવા બાબતે વિપુલસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

પોલીસ ફરિયાદનો ખાર રાખી રાત્રે હથિયારો સાથે ધસી આવ્યા આરોપીઓ
ગરબા સ્થળે થયેલી તકરારથી મનદુખ રાખીને 20 ઓક્ટોબરની સાંજે ચારેય નામજોગ શખ્સો ગામની ડેરી પાછળ એકઠા થયા હતા. આ શંકાસ્પદ હિલચાલ જોઈને અરવિંદસિંહના ભત્રીજાએ 112 નંબર પર કંટ્રોલ રૂમને ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોતાની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનો ખાર રાખીને આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. ત્યારબાદ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના સુમારે આ ચારેય શખ્સો અન્ય ચાર અજાણ્યા સાગરીતો સાથે ઘાતક હથિયારો ધારણ કરીને અરવિંદસિંહના ઘર પાસે ધસી આવ્યા હતા.

ફિલ્મી ઢબે બે રાઉન્ડ મિસ ફાયર થયા બાદ ત્રીજી ગોળી ખેડૂતના પગમાં વાગી
આરોપીઓ અચાનક અરવિંદસિંહના ઘર પાસે પહોંચીને હુમલો કરવા લાગ્યા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી દિગ્વિજયસિંહ પાસે બંદૂક હતી, જ્યારે તેની સાથે આવેલા અન્ય આરોપીઓ લોખંડની પાઇપો અને ધારિયાં જેવા તીક્ષ્ણ શસ્ત્રોથી સજ્જ હતા. આરોપીઓએ અરવિંદસિંહને લક્ષ્ય બનાવીને સટાસટ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદ્ભાગ્યે પ્રથમ બે રાઉન્ડ નિશાન ચૂકી ગયા હતા, પરંતુ ત્રીજો રાઉન્ડ ખૂબ જ નજીકથી છોડવામાં આવતાં ગોળી અરવિંદસિંહના જમણા પગના નળાના ભાગે વાગી હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેડૂતને અમદાવાદ સિવિલ ખસેડાયા
ગોળી વાગતાંની સાથે જ અરવિંદસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ફાયરિંગનો અવાજ સાંભળીને તેમના ભાઈ તાત્કાલિક બચાવવા માટે દોડી આવ્યા હતા. આરોપીઓએ જતાં જતાં ધમકી આપી હતી કે, "આજે તો તું બચી ગયો છે, હવે પછી જો અમારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશું". ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અરવિંદસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ વધુ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.

મુખ્ય આરોપી ખનીજ માફિયા હોવાનો પર્દાફાશ
ઘટના અંગે માણસા પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી દિગ્વિજયસિંહ ચાવડા ખનીજ માફિયા હોવાનું ખુલ્લું પડ્યું છે. આ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ અને તેમની ટીમનો ફિલ્મી ઢબે પીછો કરીને હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ પણ દિગ્વિજયસિંહ સામે ભૂતકાળમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે. માણસા પોલીસે હાલ ચાર નામજોગ અને ચાર અજાણ્યા મળી કુલ આઠ શખ્સો સામે આકરી કલમો હેઠળ કેસ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે.

Tags:
Police InvestigationRural ViolenceFarmer AttackBreaking NewsGandhinagar News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026