મારું ગુજરાત

75 વર્ષીય ખેડૂતે ખેતરમાં વાવ્યો ગાંજો, 'નો ડ્રગ...' અભિયાનમાં બે લોકો ઝડપાયા

21 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
75 વર્ષીય ખેડૂતે ખેતરમાં વાવ્યો ગાંજો, 'નો ડ્રગ...' અભિયાનમાં બે લોકો ઝડપાયા

Surendranagar Drug Case: સુરેન્દ્રનગર જિલ્લામાં 'NO DRUGS IN SURENDRANAGAR' અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને વેચાણ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) અને ધજાળા પોલીસે સાયલા તાલુકાના બે અલગ-અલગ ગામોમાંથી લીલા ગાંજાના કુલ 6 છોડ ઝડપી પાડ્યા છે. બંને કાર્યવાહીમાં કુલ 10 કિલો 520 ગ્રામ લીલો ગાંજો કબ્જે કર્યો છે, જેની કિંમત રૂ. 5,26,000 થાય છે. આ સિવાય 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

1. સોખડા ગામની વાડીમાંથી ₹2.18 લાખનો ગાંજો ઝડપાયો

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે સાયલા તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડીમાંથી ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા લીલા ગાંજાના ૨ છોડ મળી આવ્યા હતા. પોલીસે 4 કિલો 370 ગ્રામ વજનના ગાંજાના છોડ જપ્ત કરવામાં અવ્યો. જેની કિંમત રૂ. 2,18,500 રૂપિયા થાય છે. આ ગાંજા સાથે સોખડા ગામના રહેવાસી 72 વર્ષીય દાનાભાઈ દેવાભાઈ શેખની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ધજાળા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2. નવાગામ (બા) માં ફૂલછોડની આડમાં વાવેતર, ₹3.07 લાખનો મુદ્દામાલ જપ્ત

બીજા બનાવમાં ધજાળા પોલીસ દ્વારા સાયલા તાલુકાના નવાગામ (બા) ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં એક રહેણાક મકાનના ફળિયામાં ફૂલછોડની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના 4 છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન 6 કિલો 150 ગ્રામ અને કિંમત રૂ. 3,07,500 થાય છે. આ પ્રકરણમાં નવાગામ (બા)ના રહેવાસી 50 વર્ષીય રાજારામ બરોલીયાની અટકાયત કરવામાં આવી છે. હાલ, આ મામલે ધજાળા પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags:
crime news Gujarati todayanti drug campaign Surendranagar newsillegal ganja cultivation raid Gujarat police NDPS act75 year old farmer grows ganja in farm two arrested no drugs drive#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026