મારું ગુજરાત

નવલખી મેદાનમાં ગુંડાગીરી: પોલીસકર્મી સહિત 3 શખ્સોએ પ્રેમી યુગલ પર હુમલો કરી મોપેડ સળગાવી

8 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
નવલખી મેદાનમાં ગુંડાગીરી: પોલીસકર્મી સહિત 3 શખ્સોએ પ્રેમી યુગલ પર હુમલો કરી મોપેડ સળગાવી

Navalakhi Vadodara: વડોદરાના નવલખી મેદાન વિસ્તારમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ પોલીસ તંત્રને હચમચાવી દીધું છે. પ્રેમી યુગલ પર પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી યુવકને માર મારી તેની મોપેડ સળગાવી નાખી હતી. રાવપુરા પોલીસે તાત્કાલિક પગલાં લઈ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી.

લાયસન્સ તથા વાહનના દસ્તાવેજો માંગ્યા
આ મામલે ફરિયાદી સરફરાજ ગરાસીયા, જે ડભોઇ તાલુકાના મહમદપુરા ગામના વતની છે અને વડોદરાના નવાપુરા વિસ્તારમાં એક ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે, તેણે આપેલી વિગત મુજબ ગુરુવારે રાત્રે 8:45 વાગ્યે તે પોતાની મહિલા મિત્ર સાથે નવલખી મેદાનના હેલિપેડ નજીક બેઠો હતો. તે સમયે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પોતાને પોલીસ બતાવી તેમની ઓળખ માટે આઈકાર્ડ પણ બતાવ્યું અને લાયસન્સ તથા વાહનના દસ્તાવેજો માંગ્યા.

મોપેડને આગ લગાવી દેવામાં આવી
ફરિયાદી પાસે કાગળો ન હોવાથી ત્રિપુટીએ સમાધાનના બહાને તેને મેદાનની અંદર લઈ જઈ ડંડાથી હુમલો કર્યો હતો. યુવક અને તેની મહિલા મિત્રએ બચાવ માટે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓએ ફરીથી ઘસી આવી બંનેને રોકી મારપીટ ચાલુ રાખી. ત્યારબાદ ફરિયાદીની એક્ટીવા મોપેડને આગ લગાવી દેવામાં આવી હતી, જેના કારણે મેદાન વિસ્તારમાં તાત્કાલિક અફરાતફરી મચી ગઈ હતી.

ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા
રાવપુરા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી. બાઈકના નંબર તથા આસપાસના CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા (રહે. ભૂતડી ઝાંપા, પોલીસ લાઈન), તેનો ભાણિયો ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા (બંને ભાવનગરના વતની)નો સમાવેશ થાય છે.

કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કર્યો છે અને આગ લગાડવા ઉપયોગમાં લેવાયેલું બાઈક તથા અન્ય પુરાવા કબ્જે લીધા છે. રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી પોલીસકર્મી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ બનાવ બાદ શહેરના પોલીસ તંત્રમાં ભારે ચર્ચા ચાલી રહી છે કારણ કે કાયદાના રક્ષક તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી દ્વારા આવો ગુનાહિત કૃત્ય થવું ખૂબ જ ગંભીર બાબત ગણાય છે.

સમાજ અને પોલીસ તંત્ર બંને માટે ચેતવણીરૂપ
તપાસના પ્રાથમિક તારણો મુજબ, આરોપીઓએ વ્યક્તિગત મનદુઃખ કે અન્ય કારણસર હુમલો કર્યો હોવાનું જણાય છે. હાલ રાવપુરા પોલીસે ત્રિપુટીની પૂછપરછ શરૂ કરી છે અને ઘટનાની પૃષ્ઠભૂમિ અંગે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. વડોદરામાં બનેલી આ ઘટના સમાજ અને પોલીસ તંત્ર બંને માટે ચેતવણીરૂપ બની છે કે કાયદાનો દુરુપયોગ કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે.

Tags:
સમાચારગુજરાતવડોદરાCCTVPolice
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026