Unseasonal rain Gujarat May 2026: ગુજરાતમાં જ નહિ પણ દેશભરમાં અત્યારે કઈ સીઝન ચાલે છે તે કેવું મુશ્કેલ છે. ખુદ હવામાન શાસ્ત્રીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગોથું ખાતા ફરે છે કે, આગાહી કરવી તો શેની કરવી ? પ્રચંડ ગરમીની કે ભારે પવન અને ગાજવીજ સાથેના તોફાની વરસાદની ? ગ્લોબલ વોર્મિંગે દેશના જ્યોતોષીઓ,વેધર એનાલિસ્ટ્સ અને એ સાથે દેશભરના ખેડૂતોની સ્થિતિ કપરી કરી દીધી. ખેડૂતો તો કઈ સિઝનનો પાક વાવે છે અને મોસમ બદલાઈ જતા પોતાની ફસલ બરબાદ થતી જોઈ,માથે પોક મોકીને રડવા સિવાય કોઈ આરો-ઓવારો નથી રહેતો. ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યારે હવાને એવો પલટો લીધો છે કે નાગરિકો બે-હાલ છે અને ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ છે.
યુપી બિહાર રાજસ્થાન,દિલ્લીમાં માવઠા સાથે ઝંઝાવાત
જુઓ તો ખરા, ઉત્તર પ્રદેશ, બિહાર, ચંદીગઢ, દિલ્લી,રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં પલટાયેલા વાતાવરણે દશા અને દિશા બગાડી નાખી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અમરેલી, કચ્છ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં અચાનક ગાજવીજ, તેજ પવન અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વરસાદી આફતના કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા કેરીના અને અન્ય ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી ત્રણ દિવસમાં ( 8 મે ) હળવા વરસાદની અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉઠવાની આગાહી કરતા ખેડૂતોને પડયા પણ નથી ત્યાં પાટુ પડયાનો અહેસાસ થઇ રહ્યો છે.
ચોમાસુ માત્ર વહેલું જ નહિ,દિવાળી બગાડી શકે
હવામાન વિભાગે આ વખતે ચોમાસુ વહેલું આવવા અને લાંબુ ચાલવાના સંકેત પહેલેથી જ આપ્યા છે. એક આગાહીનુંસાર, કેરળના દરિયાઈ તટે આ વખતે ચોમાસુ 24 કે 25 મેં ની આસપાસ આવી પહોંચશે. જે સામાન્ય રીતે 1 જૂન આસપાસ આવતું હોય છે. આ વખતે પણ છેલ્લા ચાર-પાંચ વર્ષથી જે ટ્રેન્ડ રહ્યો છે તેમ દીપાવલીના તહેવારો સુધી આ વરસાદ તહેવારોની મજા બગાડી શકે છે. ચોમાસુ લાંબુ ચાલવાનો એક મતલબ આ પણ છે. ખાસ કરીને ગુજરાતમાં 15 ઓગસ્ટથી લગભગ 30 ઓગસ્ટ સુધી બનાસકાંઠા, અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાતી રહે છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. આ વખતે પણ ચાલુ મહિનામાં ત્રણ થી ચાર તબક્કા એવા આવે છે જેમાં ઉનાળાના બાફ વચ્ચે દનાદન વરસાદ કે આંધી તુફાનની સંભાવના રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ સાથે અંબાલાલ પટેલ પણ નકારતા નથી
જમીન અને આકાશને 'આંબી' જતા અંબાલાલ પટેલ
હવામાં મુઠ્ઠી ભારે એક શ્વાસે , મોસમનો મિજાજ પારખી જતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આ વખતે નક્ષત્રોને પણ જોડે છે તેમનું અનુમાન છે કે 25 મે થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ આવે તો ભારે પવન ફૂંકાઈ શકે છે, પરંતુ તેના ઉતરતા ભાગમાં વરસાદ પડે તો તે સારા ચોમાસા માટે એક સારો સંકેત માનવામાં આવે છે. સૌથી મોટી અને ચિંતાજનક ચેતવણી આપતા તેમણે કહ્યું છે કે 15 મે થી લઈને જૂન મહિનાની શરૂઆત સુધીમાં અરબી સમુદ્રમાં એક મોટું વાવાઝોડું સર્જાવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે.
ટૂંક માં, ગુજરાતમાં વિધિવત ચોમાસુ ભલે 15 જૂન કે તે પછી શરુ થતું હોય ( રાબેતા મુજબ ) તેમાં આ વખતે કદાચ ગુજરાતમાં વરસાદ સીઝન વહેલી થાય તો નવાઈ નહિ .પણ વચ્ચે વચ્ચે ગુજરાતીઓને 42થી 45 ડિગ્રી ગરમી અકળાવા તો નહિ જ દે. કારણ કે, મોસમે મેં મહિનાને પોતાની નજરુંમાં કેદ કરી લીધો છે








