મારું ગુજરાત

દિવાળી અને છઠપૂજા માટે સુરત ધીમે-ધીમે થઈ રહ્યું છે ખાલી, વતન જવા ઉધના સ્ટેશને ઉમટ્યો માનવ મહેરામણ

7 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
દિવાળી અને છઠપૂજા માટે સુરત ધીમે-ધીમે થઈ રહ્યું છે ખાલી, વતન જવા ઉધના સ્ટેશને ઉમટ્યો માનવ મહેરામણ

Surat railway station rush: દિવાળીનો તહેવાર અને ઉત્તર ભારતીયોના લોકઆસ્થાના મહાપર્વ 'છઠપૂજા'ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુરતમાં રોજીરોટી કમાવવા વસતા લાખો પરપ્રાંતિય શ્રમિકો પોતાના માદરે વતન (યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશા) જવા માટે નીકળી પડ્યા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત હવે ધીમે-ધીમે ખાલી થઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. સૌથી વધુ મુસાફરોનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. સ્ટેશન પરિસરમાં મુસાફરોની એટલી ભારે ભીડ એકઠી થઈ છે કે તંત્ર દ્વારા બનાવવામાં આવેલો વિશાળ 'હોલ્ડિંગ એરિયા' પણ સાવ ટૂંકો પડી રહ્યો છે.

15 હજારની કેપેસિટી ધરાવતો હોલ્ડિંગ એરિયા ખીચોખીચ
મુસાફરોની સુરક્ષા અને તેમને તડકાથી બચાવવા માટે રેલવે તંત્ર દ્વારા એક વિશાળ હોલ્ડિંગ એરિયા ઊભો કરવામાં આવ્યો છે, જેમાં 15,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. જોકે, વતન જવાની એટલી ઉત્સુકતા અને ભીડ છે કે, આ આખો હોલ મુસાફરોથી ખીચોખીચ ભરાઈ ગયો છે. અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાતથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં જ 15,000થી વધુ પ્રવાસીઓ વિશેષ ટ્રેનો મારફતે પોતાના ગંતવ્ય સ્થાન તરફ રવાના થઈ ચૂક્યા છે.

1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ મુસાફરો વતન રવાના. - Divya Bhaskar

મુસાફરો 5થી 10 કલાક સુધી ઊભા રહેવા મજબૂર
પરપ્રાંતિય કામદારો ટ્રેન છૂટી ન જાય તે ડરથી પોતાના નિર્ધારિત સમય કરતાં 5થી 10 કલાક વહેલા જ સ્ટેશને પહોંચી રહ્યા છે. રેલવેના હોલ્ડિંગ એરિયાના કારણે મુસાફરોને આકરા તડકાથી રાહત તો મળી છે પરંતુ,ભીડ અતિશય વધી જતાં બેસવાની જગ્યા ઓછી પડી રહી છે. પરિણામે, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત હજારો મુસાફરો કલાકો સુધી પોતાનો ભારેખમ સામાન સાથે રાખીને ઊભા ઊભા ટ્રેનની રાહ જોવા મજબૂર બન્યા છે.

લોકોને 10 કલાકથી વધુ સમય બેઠવાનો વારો આવ્યો.

આજના દિવસમાં 10 ટ્રેનો દોડાવાશે: રેલવેનું માઈક્રો પ્લાનિંગ
રેલવે પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે અને કોઈ અફરાતફરી ન સર્જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગત રાત્રિથી આજના દિવસ દરમિયાન કુલ 10 ટ્રેનો ચલાવવાનું પ્લાનિંગ છે, જેમાં 3 નિયમિત (રેગ્યુલર) અને 7 'ફેસ્ટિવલ સ્પેશિયલ' ટ્રેનો સામેલ છે. અત્યાર સુધીમાં 5 ટ્રેન યુપી-બિહાર તરફ મુસાફરોને લઈને રવાના થઈ ચૂકી છે. સ્ટેશન પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચોરીના બનાવો અટકે તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને જીઆરપી (GRP) નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રમિકો રવાના, ઉદ્યોગોમાં દિવાળી વેકેશન
સત્તાવાર અંદાજ મુજબ, 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત અને ઉધના સ્ટેશનેથી 4 લાખથી વધુ મુસાફરો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં (વાઘબારસથી છઠપૂજા સુધી) વધુ 2.5 થી 3 લાખ કામદારો સુરત છોડીને વતન પહોંચશે તેવી શક્યતા છે.

ઠપૂજા સુધીમાં 3 લાખથી વધુ કામદારો સુરત છોડશે.

સુરતના ઉદ્યોગો પર સીધી અસર
શ્રમિકોના આ મોટા પાયે પલાયનની સીધી અસર સુરતના હીરા અને કાપડ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. મોટાભાગના કારખાનાઓ અને મિલોમાં કામદારોની અછતને કારણે ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અથવા તો વહેલા 'દિવાળી વેકેશન' જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉના વર્ષોમાં પણ તહેવારો સમયે રેલવે સ્ટેશન પર ભારે અંધાધૂંધી અને નાસભાગના દ્રશ્યો સર્જાતા હતા (ગયા વર્ષે નાસભાગમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું), જેને પગલે આ વર્ષે તંત્ર દ્વારા વિશેષ 'માર્કિંગ લાઇન્સ' અને ક્યૂ-મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેથી લોકો સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢી શકે. પ્રવાસીઓને પીવાનું પાણી અને મેડિકલ સહાય આપવા માટે પણ હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા છે.

Tags:
હૃદયદ્રાવક દ્રશ્યોસુરત ખાલીમાનવ મહેરામણદલાલતત્કાલ ટિકિટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026